મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના:છીણમ-નવવાડા જતો રસ્તો રૂ.60 લાખના ખર્ચે બનશે, સાંસદ સી.આર.પાટીલે ખાતમુહૂર્ત કર્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તાનું ખાતમુહૂર્ત કરતાં નવસારીના સાંસદ તથા MLA સહિત અગ્રણીઓ - Divya Bhaskar
રસ્તાનું ખાતમુહૂર્ત કરતાં નવસારીના સાંસદ તથા MLA સહિત અગ્રણીઓ

જલાલપોર તાલુકાના છીણમ ખાતે બુધવારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજિત 60 લાખના ખર્ચે છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ રસ્તો 1500 મીટરની લંબાઇનો તૈયાર થશે. જેમાં 1100 મીટરની લંબાઇમાં 375 મીટર પહોળો અને 400 મીટરની લંબાઇમાં ત્રણ મીટર પહોળો બનશે. સાથે સાથે 30 મીટર લંબાઇમાં પ્રોટેકશન વોલની કામગીરી પણ કરાશે. આ કામ છ મહિનાની મુદતમાં પૂર્ણ કરવામાં આવશે. આ અવસરે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...