તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:નવસારી જિલ્લામાંથી કેમિકલનો કાળો કારોબાર ઝડપાયો, સીઆઈડી ક્રાઈમની કાર્યવાહી

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 હજાર લીટર સાથેનું કેમિકલ ટેન્કર જપ્ત કરવામા આવ્યું

નેશનલ હાઇવે નંબર 8 પર ચીખલી પાસે આવેલ સાઈ હોટલ પર કેમિકલનો કાળો કારોબાર ઝડપાયો હતો,છેલ્લા કેટલાય સમયથી સાઈ હોટલ પર મોટા પ્રમાણમાં કેમિકલનો કાળા બજાર ચાલતા હોવાની બાતમીના આધારે સુરતની ટીમને રેડ કરી પર્દાફાસ કર્યો હતો.

ચીખલી પોલીસની હદ્દમાંથી સીઆઈડી ક્રાઇમની સીઆઈએલ બ્રાંચ દ્વારા રૂ. 38 લાખથી વધુના બેન્જીન કેમિકલના જથ્થા સાથે 5 આરોપીને ઝડપી પાડયા હતા. આ કેમિકલ બાયો ડિઝલમાં મીક્ષ કરાતું હોવાની ચર્ચા છે.

ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની સીઆઈએલ બ્રાન્ચના પીઆઇ જે.એમ.કંડોરિયાની ટીમે ચીખલી પોલીસ મથકના વિસ્તારમાંથી ગેરકાયદે સગેવગે કેમિકલ ચોરીનું મોટું રેકેટ બુધવારની રાત્રિના સમયે ઝડપી પાડ્યું હતું. ઓપરેશન દરમિયાન પ્લાસ્ટિકના કેરબામાં કાઢેલુ 2045 લિટર બેન્જીન અને 220 લિટર કાર્બન સોઈલ નામના કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યું હતું. તેની સાથે 24255 લિટર બેન્જીન કેમિકલ ભરેલું ટેન્કર (નં. જીજે-06-એએક્ષ-1518) પણ કબજે કર્યું હતું. આ ઉપરાંત સીઆઈએલ બ્રાન્ચે કેટલાક ખાલી બેરેલ, પ્લાસ્ટીકના પાઇપ સહિતના કુલ રૂ. 38,77,452નો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એકને ફરાર જાહેર કર્યો હતો.

પોલીસે કરેલી રેડમાં 1540 લીટરનું કાર્બન ઓઈલ બેનઝીલ નામનું કેમિકલ પોલીસે ઝડપી પડ્યું હતું સાથે જ ઘટના સ્થળે હાજર ટેન્કરમાં 24,255 લીટર કેમિકલ પણ પોલીસે કબ્જે કર્યું. છે ઉપરાંત પોલીએ સ્થળ પર થી મોટા પ્રમાણમાં કેરબા, પાઈપ અને ડમ્પર ને કબ્જે કરી સુરત ખાતે વધુ કાર્યવાહી હાથ ધરી.

નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીને અડીને આવેલા કેટલાક વિસ્તારો છેલ્લાં અનેક સમયથી કેમિકલના કાળા બજારના કારોબાર માટે પંકાયેલા છે જેથી આ મામલે પોલીસે વધુ કાર્યવાહી કરે તો અનેક કાળાબજારિયાઓ ને ધંધો બંધ કરી જેલમાં જવાનો વારો આવી શકે તેમ છે.

સીઆઈડીસીઆઈ સેલની રેડ બાદ ચીખલી પીઆઈ અને એક કોન્સ્ટેબલની બદલી
ચીખલી તાલુકામાં સી.આઈ.ડી સી.આઈ સેલ દ્વારા રેડ પ્રકરણ બાદ ચીખલી પીઆઇ અને એક કોન્સ્ટેબલની બદલી કરી દેવામા આવી છે. કરવામાં આવી બદલી.ચીખલી પી.આઇ ડી.કે.પટેલ ની નવસારી એલ આઈ બી શાખામાં બદલી કરવામા આવી છે તેમના સ્થાને જલાલપોર પોલીસ સ્ટેશનના પી.આઈ એ આર વાળા ની તાત્કાલિક અસરથી ચીખલી પોલીસ સ્ટેશનમાં મુકવામા આવ્યા છે. તો એક પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી કરી દેવાઈ છે.

કેમિકલ ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ
ઇર્શાદઅલી ઇમદાદઅલી શાહ (ઉ.વ. 64, હાલ રહે. સાંઈ ડેરી હોટલ, થાલા, તા.ચીખલી, મૂળ રહે. યુપી), બ્રિજગોપાલસિંગ ઉર્ફે દિપક રાજપૂત (હાલ રહે. પલસાણા, સુરત, મૂળ યુપી), મહંમદઅલી દિવાન (રહે. ગણદેવી), મોહમદઆઝમ અબ્દુલકરીમ ખાન (હાલ રહે. સુરત, મૂળ યુપી) અને દિપક રાજપૂત (રહે. ચીખલી)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે જોનપુર, યુપીના અવધેશ નામના વ્યક્તિને ફરાર જાહેર કર્યો હતો.

જિલ્લામાં પીઆઈઓની આંતરિક બદલી
CIDની CIL બ્રાંચ દ્વારા ચીખલીથી પકડાયેલ કેમિકલ ચોરીના રેકેટમાં ચીખલીના પીઆઈ ડી.કે. પટેલની નવસારી LIB શાખામાં, જ્યારે ઇનચાર્જ બીટના ASI મેહુલ બચુની નવસારીમાં બદલી કરાઈ હતી. જ્યારે ચીખલી પીઆઈ તરીકે જલાલપોરના PI અજીતસિંહ વાળાએ ચાર્જ સંભાળી લીધો હતો. IUCAW PI પી.જી.ચૌધરીને જલાલપોર પીઆઈ તરીકે અને લિવ રિઝર્વના કે.એલ. પટણીની IUCAW યુનિટમાં PI તરીકે બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...