તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:નવસારીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગ્રુપ દ્વારા કોવિડ કેરને 20 લાખની કિંમતનો ઓક્સિજન પ્લાન્ટ આપવાની જાહેરાત કરી

નવસારી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી સંસ્થાના કોવિડ કેરમાં પ્લાન્ટ 20 દિવસ પછી કાર્યરત થશે

નવસારીમાં દાતાઓ કોરોના દર્દીઓને રાહત મળે તે માટે બનતા પ્રયત્નો કરીને સેવાકાર્ય કરી રહ્યાં છે. જે પૈકી શહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વ્યવસાય કરતા 200 જેટલા રજીસ્ટર્ડ સભ્યોએ મળી ને સામુહિક નિર્ણયના ભાગ રૂપે શહેરના આવેલા પ્રભાકુંજ ફાઉન્ડેશન અને લાઈફકેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કાર્યરત કોવિડ કેરને 20 લાખની કિંમતનો ઓક્સિજન પ્લાન્ટ આપવાની જાહેરાત કરી છે.છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં જે રીતે ઓક્સિજનની અછત ઉભી થઇ છે. તેને નિવારવા માટે સામાજિક સંગઠન ઉપરાંત સીએ ગ્રુપ જેવા વ્યવસાયિક સંગઠનોએ પણ શ્વાસની સેવા કરવાનો સંકલ્પ લીધો છે.

આગામી 15 થી 20 દિવસમાં પ્લાન્ટ શરૂ થશે કોવિડ કેરમાં ઓક્સિજન પ્લાન્ટ 20 દિવસ બાદ શરૂ થશે. ઓર્ડર આપ્યા બાદ ટેક્નિકલ સર્વે કરીને કંપની 15 થી 20 દિવસ બાદ પ્લાન્ટ કોવિડ કેરમાં ઇન્સ્ટોલ કરશે. તેવું સીએ એસોસિએશનના સભ્યએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો