તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાકાલી:ટ્રેનમાં બ્રેક પેડ ટાયર સાથે ઘસાતાં ધૂમાડાથી અફરાતફરી

નવસારી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેન નવસારી રેલવે સ્ટેશને ઉભી રહેવા સાથે આગની અફવા
 • ટ્રેનમાં આગ લાગી હોવાનો મેસેજ વહેતો થયો હતો જોકે
 • 20 મિનિટમાં સમારકામ બાદ ટ્રેન રવાના કરાઇ

નવસારીમાં રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર-2 પર સોમવારે સવારે 10 વાગ્યાના સમયે ડબલ ડેકર ટ્રેનમાંથી ધૂમાડો નીકળતા થંભાવી દેવાઇ હતી. એ વેળાએ કોચમાં આગ લાગી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. નવસારી રેલવે તંત્રએ ટ્રેનનું રિપેરકામ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રેલવે તંત્રએ જણાવ્યું હતું કે, ટ્રેનની બ્રેક પેડ ટાયર સાથે ઘસાતા ધૂમાડો નીકળ્યો હતો. જોકે 20 મિનિટ બાદ ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.

નવસારી રેલવે સ્ટેશને સોમવારે સવારે 10 વાગ્યાના અરસામાં ડબલ ડેકર ટ્રેનમાંથી ધુમાડો નીકળતા ટ્રેનને ઉભી રાખવામાં આવી હતી. અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેક્કર ટ્રેનના સી-7 કોચમાં આગ લાગી હોવાનો મેસેજ વહેતો થયો હતો. જેને પગલે રેલવે તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. પ્લેટફોર્મ નંબર-2 પર ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાને પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રેનની બહાર આવી ગયા હતા. બાદમાં નવસારી રેલવે વિભાગનાં એન્જિનિયર ઘટનાસ્થળે આવીને નુકસાનગ્રસ્ત સ્પેર પાર્ટ્સ છુટા પાડીને રિપેરિંગ કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી અને 20 મિનિટ બાદ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

નવસારીમાં તત્કાલ ટેકનિકલ ક્ષતિ દૂર કરાઇ
ટ્રેનની સ્પીડ વધુ હોય તેના બ્રેક પેડ ટાયર સાથે ઘસાતા તે ગરમ થવાનાં લીધે ધુમાડો ઉઠ્યો હતો. જોકે સ્પીડ ધરાવતી ટ્રેનોમાં આવી ટેકનિકલ સમસ્યા ઉભી થતી હોય છે. નવસારીમાં રેલવે વિભાગનાં ટેકનિશિયનોએ આ ટેકનિકલ ખામી દુર કરી માત્ર 20 મિનિટમાં આ ટ્રેનને મુંબઈ જવા રવાના કરી હતી. - ઉદયસિંહ સિંગ, સ્ટેશન માસ્તર, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો