તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠું:નવસારીના વાતાવરણમાં પલટો, ધીમી ધારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વધી

નવસારી5 મહિનો પહેલા
વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતાં. - Divya Bhaskar
વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતાં.
  • બપોર બાદ વરસાદી માહોલ છવાઈ જતા ધીમી ધારે છાંટા પડતા રસ્તા ભીના થયા

ચોમાસાની ઋતુ દરમિયાન અનરાધાર વરસાદ પડ્યા બાદ શિયાળાની શરૂઆત થઈ છે. જો કે નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના આકાશમાં વરસાદી માહોલ છવાયો હોય તેમ કાળા ડિબાંગ વાદળાઓ ઉતરી આવ્યાં છે. વરસાદી માહોલ વચ્ચે દિવાળીના દિવસે બપોર બાદ ધીમી ધારે છાંટા પડવા લાગે છે.

રસ્તા પર સામાન વેચતા લોકોને ફટાકડા પલળી જવાના ડર સાથે કાગળ ઢાંકી દીધો હતો.
રસ્તા પર સામાન વેચતા લોકોને ફટાકડા પલળી જવાના ડર સાથે કાગળ ઢાંકી દીધો હતો.

રસ્તા ભીના થઈ ગયા
રસ્તા પણ ભીના થઈ જાય છે. દિવાળીના દિવસે વરસાદ વરસતા રસ્તા પર બેસીને ફટાકડા વેચતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ખેડૂતોને ઉભા પાક અને નવા વવાયેલા પાકને લઈને ચિંતા સતાવી રહી છે. હાલ માવઠું પડતાં લોકો ચિંતિત થઈ ઉઠ્યાં છે.

વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પાકને લઈને ચિંતા પેઠી હતી.
વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં પાકને લઈને ચિંતા પેઠી હતી.

કમોસમી વરસાદ
સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, હાલ શિયાળાના કોટ પહેરવાની સિઝન ચાલી રહી છે ત્યારે ફરી રેઈનકોટ પહેરવો પડે તેમ વરસાદ વરસવા લાગ્યો છે. જો કે ધીમી ધારે વરસાદ પડ્યો હોવાથી વધુ તકલીફ નથી. પરંતુ વરસાદ વધુ પડે તો ખેતીના પાકોને પારાવાર નૂકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો