નવસારીમાં સામાજિક વનીકરણ વિભાગમાંથી વાય.એસ પઠાણની મહુવા રેન્જ સામાજિક વનીકરણ સુરત ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે વાંસદા સામાજીક વનીકરણ વિભાગમાંથી વી.પી.પવારની આહવા પશ્ચિમ રેન્જ ડાંગ ઉત્તર નોર્મલ વન વિભાગ બદલી કરવામાં આવી છે. રાજયના અન્ય જિલ્લાઓ આર.એફ.ઓ બદલીઓ કરવામાં આવી છે.એસ.એમ.વાઘેલા ચીખલી નોર્મલ વિભાગમાંથી ગીર પશ્ચિમ રેન્જ સામાજીક વનીકરણ વિભાગમાં બદલી કરવામાં આવી છે એમની જગ્યાએ એ.જે.પડસાલા ઉચ્છલ સામાજિક વનીકરણમાંથી ચીખલી નોર્મલ રેન્જ ખાતે ઉત્તર વલસાડ વનવિભાગમાં બદલી કરવામાં આવી હતી.
એમ.એન.પ્રજાપતિ ચીખલી સામાજીક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતાની બદલી રણધીકપુર રેન્જ બારીયા ખાતે બદલી કરવામાં આવી છે. એમની જગ્યાએ પી. બી. પાટીલ શામગાહન રેન્જ ડાંગ દક્ષિણ ફરજ બજાવતા સામાજીક વનીકરણ વિભાગ ચીખલી ખાતે બદલી કરવામાં આવી હતી. સામાજીક વનીકરણ વિભાગ નવસારીમાં ફરજ બજાવતા એ.આર.પટેલની બદલી ફતેપુરા રેન્જ દાહોદ ખાતે કરવામાં આવી છે. હિંમતનગરથી હીનાબેન પી.પટેલની સામાજીક વનીકરણ વિભાગમાંથી સુપા રેન્જ સામાજિક વનીકરણ વિભાગ કરાઇ હોવાની માહિતી મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.