ચકચાર:નવસારીમાં વકીલોના ગ્રુપમાં અશ્લીલ વિડીયોની કલીપ મૂકતા ચકચાર

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠપકો મળતા વકીલે વિડીયો ડિલીટ કર્યા

નવસારી જિલ્લામાં વકીલોના એક સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લીલ વિડીયોની ક્લીપ અપલોડ કરતા સાથી વકીલોએ વિડીયો અપલોડ કરનારાઓને ઠપકો આપ્યો હોવાની માહિતી મળી છે. જો કે આ ક્લીપ મોડે સુધી દેખાતા ત્યારબાદ ડીલીટ કરી દીધાની માહિતી મળી છે.

નવસારી જિલ્લામાં વકીલોનું સોશિયલ મીડિયામાં 150 થી વધુ સભ્યો ધરાવતું એક ગ્રુપ બનેલું છે. જેમાં વકીલોને લગતા સમાચારો અને માહિતી મુકવામાં આવે છે. આ ગ્રુપ થકી યુવા વકીલો પણ સિનિયર વકીલોનું માર્ગદર્શન લઈ કામગીરી કરતા હોય છે. એક આધેડ વકીલ દ્વારા આ ગ્રુપમાં એક પછી એક 6થી વધુ અશ્લીલ વિડીયો કલીપ મૂકી દીધી હતી.

આ કલીપ મુકતા સિનિયર વકીલોએ ક્લીપ મૂકનારને ઠપકો આપ્યો હતો. આ ગ્રુપમાં મહિલા એડવોકેટો પણ હોય તેઓએ અન્ય સિનિયર વકીલને જાણ કરતા વિડીયો ક્લીપ અપલોડ કરનાર વકીલને ફટકાર પડી હતી. જોકે મોડે સુધી આ વિડીયો ગ્રુપના લોકોએ જોતા ફરિયાદ કરતા તેઓએ ડિલીટ કરી દીધો હોવાની માહિતી મળી છે. નવસારી જિલ્લામાં આવેલ પ્રતિષ્ઠીત વકીલોના ગ્રુપમાં અશ્લિલ વિડીયો અપલોડ કરવાની ઘટના બાબતે વકીલ અાલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...