આયોજન:ફાયનાન્સીયલ લિટરેસી 6 દિવસીય તાલીમની તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેંક ઓફ બરોડા–બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન-આરસેટી–નવસાર ી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારીના સહયોગ દ્વારા ફાઇનાન્સીયલ લિટરેસી–કોમ્યુનિટી રિસોર્સિસ પર્સનના 6 દિવસીય તાલીમનું આયોજન કર્યું હતું. તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયાના અંતે તેનો વિદાય સમારોહ રખવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ રાખોલીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીમાંથી ગૃહ વિજ્ઞાનના નિષ્ણાંત નિતલબેન પટેલ, જીએલપીસીના એપીએમ ચિરાગભાઈ, એફએલસી કાઉન્સેલર તપન દેસાઇ, સંસ્થાના ફેકલ્ટી પ્રશાંતભાઈ તથા વિનોદભાઇ તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

નિતલબેને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિશેની માહિતી તથા બહેનોએ સ્વરોજગારી શા માટે કરવી જોઈએ તેના વિશે માહિતી આપી હતી. ચિરાગભાઇએ બહેનોને નાણાંકીય સાક્ષરતાનું જ્ઞાન, સખી મંડળ ની બહેનોને તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને માહિતી આપી તેમને નાણાંની બચત અને ખર્ચ અંગે જાગૃતતા લાવવા માટે હિમાયત કરી હતી.

સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ રાખોલિયાએ તાલીમાર્થી બહેનોને સંસ્થા વતી કીટ વિતરણનું આયોજન કર્યું હતું. જેથી તાલીમાર્થી બહેનો બધા લોકોને નાણાંકીય સાક્ષરતા મેળવવા માટે સહાયક થાય, ત્યારબાદ બધા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી સ્વરોજગાર મેળવી પોતાનું જીવનધોરણ ઊંચું લાવી આત્મનિર્ભર થવા માટે શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...