તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોત્સાહિત:નવસારી જિલ્લાના યોગ કોચ, ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજયમાં 126 યોગ કોચ તથા 8284 યોગ ટ્રેનર્સને તાલીમ આપી તાલીમબદ્ધ કર્યા છે. યોગ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બદલ પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રીના હસ્તે વિડીયો કોન્ફરન્સ શુક્રવારે કલેકટર કચેરી, નવસારીમાં યોજાયો હતો. આ કાર્યક્રમ નવસારી જિલ્લા અધિક કલેકટર કે.જે.રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં દરેક જિલ્લામાંથી 20 યોગ કોચ/ટ્રેનર્સને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર હતાં. જે મુજબ નવસારી જિલ્લાના 4 યોગ કોચ અને 15 યોગ ટ્રેનર્સોને અધિક કલેકટર રાઠોડ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...