ઉજવણી:જલાલપોર સહકારી મંડળીના સ્થાપના દિવસની ઉજવણી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જલાલપોર ખેતી વિકાસ સહકારી મંડળીનો 74મો ઉત્સવ સમારોહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જલાલપોર ખેતી વિકાસ સહકારી મંડળીના 74મા સ્થાપના દિવસ ઉત્સવ સમારોહ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જેમાં નેત્ર ચિકિત્સા કેમ્પ, તેજસ્વી તારલા અભિવાદન, વિવિધ ક્ષેત્રમાં વિશષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સિનિયર સિટીઝનથી માંડી યુવા પ્રતિભાઓનું સન્માન તથા સુદીર્ઘ અને નિ:સ્વાર્થ સેવા આપનાર સંઘનાં વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં અતિથિવિશેષ અને મુખ્ય વક્તા તરીકે યુવા લેખક ધર્મેશ કાપડીયા ઉપસ્થિત રહ્યાં હતા.

નવસારી-વલસાડ જિલ્લા ખાદી ગ્રામોદ્યોગના પ્રમુખ તથા જલાલપોર મંડળીના પ્રમુખ નટુભાઈ, પીપલધારા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ જીતુભાઈ મહેતા, વલસાડ કો.ઓ. બેંકનાં સીઈઓ રોહિત પટેલ, જશુભાઈ નાયક, નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિ પટેલ, વિરેન્દ્ર દેસાઈ, ધર્મેશ નાયક તથા અનેક સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...