તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મરોલી બજાર જૈનસંઘ સ્થિત પૂ. જૈનાચાર્ય પદ્મભૂષણરત્નસૂરિજી મ. અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મ. આદિ 28 શ્રમણ-શ્રમણીવૃંદની પાવન નિશ્રામાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની 36મી સાલગીરી પ્રસંગે અઢાર અભિષેકના પ્રસંગની ઉજવણી આકાશ શાહના સંગીતના સથવારે થઈ હતી. વિવિધ વિશિષ્ટ ઔષધિ-પુષ્પોથી યુક્ત પાણીથી અઢારવાર પાર્શ્વનાથ પ્રભુ ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો. આ અવસરે અઢાર અભિષેકનું મહત્ત્વ બતાવતા પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે કહ્યું હતું કે, પરમાત્મા તો સ્વયં પવિત્ર જ છે. પ્રભુ ક્યારેય અશુદ્ધ થતા નથી. આપણા દ્વારા જાણતા કે અજાણતા પ્રભુની અવિધિ અને આશાતના થઈ જાય છે. પ્રભુને વિશિષ્ટ ઔષધિઓ દ્વારા અને વિવિધ શુદ્ધ મંત્રોચ્ચાર દ્વારા અભિષેક કરવામાં આવે છે. આપણી ભીતરમાં રાગદ્વેષની હોળીઓ સળગી રહી છે. આ પવિત્ર અનુષ્ઠાન દ્વારા શુભ સંકલ્પ કરવો જોઈએ. જેથી રાગદ્વેષની આગ શાંત થાય છે. પ્રભુને જેમ જેમ અભિષેક કરતા જાઓ તેમ તેમ આપણો આત્મા નિર્મળ બનતો જાય છે. મન શાંત થાય છે અને ચિત્તની પ્રસન્નતા વધતી જાય છે. અભિષેકના પુણ્ય પ્રભાવે પ્રભુના બિંબનું તેજ તેજસ્વી બને છે. અઢાર પ્રકારના પાપોની માયાજાળમાંથી મુક્ત થવા માટે આ અઢાર અભિષેકનું અનોખુ અનુષ્ઠાન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. 18 અભિષેક એ મિની અંજનશલાકાની પ્રતિકૃતિ છે. ગંગા, સિંધુ, યમુના જેવી પવિત્ર નદીના પાણી અને સુગંધી માટી દ્વારા પ્રભુને વિલેપન કરવામાં આવે છે. આ પ્રસંગે પ્રભુભક્તો મોટી સંખ્યામાં પુજાના વસ્ત્રોમાં હાજર રહ્યા હતા. આ અનુષ્ઠાન બાદ લાભાર્થી પરિવાર તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.