દુર્ઘટના ટળી:પાલિકા કચેરીમાં સિલિંગ ફેન પડ્યો, અવરજવર ઓછી હોય દુર્ઘટના ટળી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી પાલિકાના પેસેજમાં જન સુવિધા કેન્દ્ર પાસે બનેલી ઘટના

નવસારી-વિજલપોર નગરપાલિકા બિલ્ડીંગમાં પરિસરમાં બપોરના સમયે અચાનક સિલિંગ ફેન જમીન પર પડી જતા ત્યાં ઉપસ્થિત લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખા શહેરમાં જર્જરિત મકાનને નોટિસ આપનાર નવસારી-વિજલપોર નગરપાલિકાની ઈમારત જર્જરિત થઈ હોય કોઈવાર મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ લોકોએ વ્યક્ત કરી હતી.

નવસારી-વિજલપોર નગરપાલિકા શહેરમાં જર્જરિત ઈમારત બાબતે મિલકતદારોને નોટિસ આપવામાં આવી રહી છે. પાલિકાની ઇમારતની આગળ અને પાછળના ભાગે ઝાડ ઊગી નીકળ્યાં છે અને ઘણી જગ્યાએ પોપડા પણ ખરવા માંડ્યા છે. સોમવારે બપોરના સમયે નગરપાલિકા પેસેજમાં ચાલતો સિલિંગ ફેન અચાનક તૂટીને પડી ગયો હતો. જેના કારણે થોડો સમય લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આ સમયે નવસારી-વિજલપોર નગરપાલિકામાં વિવિધ કામો માટે આવતા અને જનસુવિધા કેન્દ્રની મુલાકાત લેવા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જોકે આ ઘટના બપોરે બની હતી ત્યારે ખૂબ ઓછા લોકોની હાજરી હોય મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં જર્જરિત ઇમારતોના માલિકોને નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા નોટિસ અને તોડવા માટે સમજાવી રહી છે ત્યારે નવસારી પાલિકા કેમ્પસમાં દુર્ઘટના બાબતે અગ્રણીઓમાં રોષ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી શહેરના જર્જરિત મકાનોથી ચોમાસામાં દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા સત્તાધીશો દ્વારા નોટિસો પાઠવવામાં આવે છે અને કાર્યવાહીની ચીમકી અપાય છે, ત્યારે કચેરીમાં જ બનેલી આ ઘટના સામે કોને દોષી ઠેરવાશે?

અન્ય સમાચારો પણ છે...