તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિનનું સંભારણું:સમગ્ર રાજ્યમાં ભોંયભેગી થઇ ગયેલી કોંગ્રેસને પુન: ઉભી કરવામાં સી.ડી. પટેલનો સિંહફાળો રહ્યો

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2000માં થયેલ જિલ્લા અને તા.પં.ની ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા બની હતી

14 જુલાઈએ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ નવસારીના પનોતા પુત્ર સ્વ. સી.ડી.પટેલનો 90મો જન્મદિવસ છે. આમ તો સી.ડી. પટેલે તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન ધારાસભ્ય, સાંસદ, વિધાનસભામાં વિપક્ષી નેતા, રાજ્યના ગૃહપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન જેવા અનેક હોદ્દા શોભવ્યા હતા, જેમાં એક હોદ્દો રાજ્યના કોંગ્રેસ પ્રમુખનો પણ હતો.

રાજ્યમાં સને 1990 બાદ કોંગ્રેસની હારવાની શરૂઆત થઈ હતી. 1995 અને 1998 ની વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસ હારી હતી. 1998માં તો ખૂબ જ ખરાબ રીતે હારી હતી અને રાજ્યના મુખ્યપ્રધાનપદે કેશુભાઈ પટેલ ભવ્ય વિજય સાથે સત્તારૂઢ થયા હતા. રાજ્યમાં કોંગ્રેસ લગભગ ભોંયભેગી થઈ હતી અને આ સ્થિતિમાં કોંગ્રેસીઓનું મનોબળ ઉઠાવવાનું કામ ખુબ કપરું હતું.જોકે નવસારીના સી.ડી.પટેલે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આ કઠિન કામ ઉપાડી લીધું હતું. રાજ્યભરમાં પ્રવાસ કરી કોંગ્રેસી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા અને સંગઠન મજબૂત કરવાનું કામ કર્યું હતું.તેમની સામે પહેલી મોટી ચેલેન્જ 2000માં યોજાનાર જિલ્લા,તાલુકા પંચાયતોની ચૂંટણી હતી.

આ ચૂંટણી જુસ્સાભેર લડી હતી અને તેના પરિણામ સ્વરૂપ ઉક્ત ચૂંટણીમાં રાજ્યની મહત્તમ જિલ્લા અને તાલુકા પંચાયતો કોંગ્રેસ જીતી શકી હતી. ભોંયભેગી થયેલી કોંગ્રેસ ફરી બેઠી થઈ હતી. બાદમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી કચ્છના ભૂકંપ વેળા પણ રહી હતી.દિવસો કચ્છમાં રહ્યાં હતા. કહેવાય છે કે કચ્છના ભૂકંપમાં સર્જાયેલી તારાજી જોઈ સી.ડી હાલી ગયા હતા અને તેમના હૃદય પર અચાનક ઘેરી અસર વર્તાય હતી. બાદમાં સી.ડી. પટેલનું મહિનામાં જ મૃત્યુ થયું હતું.

ચૂંટણી બાદ મોદીની મુખ્યપ્રધાન તરીકે એન્ટ્રી
જ્યાં 2000ની ચૂંટણી કોંગ્રેસ માટે સારી રહી હતી ત્યાં ગુજરાતના રાજકારણ માટે ટર્નિંગ પોઇન્ટ પણ બની હતી. ભાજપ ચૂંટણી હારતા તે સમયના મુખ્યપ્રધાન કેશુભાઈના નેતૃત્વ સામે સવાલો ઉઠવા માંડ્યા હતા. આંતર કલહ પણ વધ્યો હતો અને આગામી વિધાનસભાની ચૂંટણી કેશુભાઈના નેતૃત્વમાં કદાચ ભાજપ ન જીતી શકે તેવો અહેસાસ પાર્ટીને થતા મુખ્યપ્રધાન બદલવાનો નિર્ણય લેવાયો,જેથી ઓક્ટોબર 2001માં મુખ્યપ્રધાન તરીકે મોદીની ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...