તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:નવસારીમાં ધાડ, લૂંટ, ચોરીના ગુના રોકવા CCTV મૂકવા હુકમ કરાયો

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટે હુકમ અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લૂંટ અને ચોરીના ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધવા માટે જિલ્લામાં આવેલ મહત્વના સ્થળો, દુકાનો સહિત તમામ પેટ્રોલપંપ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) વીથ રેકોર્ડિંગ સિસ્ટમ મુકવામાં હુકમ કર્યો છે. જે તાત્કાલિક અસરથી 1લી ફેબ્રુઆરી 2021 સુધી અમલમાં રહેશે.

સીસીટીવી કેમેરાના કારણે ગુનેગારો અને ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફીકેશન થઇ શકે ગુનો ડીટેકટ કરવામાં આ કડી મહત્વની બને એટલુ જ નહીં ગુનેગારોની વિરુદ્ધમાં આ અંગેનો સબળ પુરાવો કોર્ટ સમક્ષ મુકી શકાય જેથી જિલ્લામાં આવેલ તમામ પેટો્રલપંપ ઉપરના ફિલીંગ સ્ટેશનો ઉપર તથા પેટ્રોલપંપની બાજુમાં આવેલ દુકાનો પર ગાડીના નંબર દેખાય તે રીતે અને ડ્રાઇવર તથા તેની બાજુમા બેઠેલ વ્યકિતનું રેકોર્ડિંગ થઈ શકે તે રીતે ગોઠવવા પેટ્રોલપંપ ઉપર આવતી જતી વ્યકિતઓ તથા વાહનોની ઓળખ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા, નવસારી જિલ્લામાં આવેલ તમામ હોટલના ભોજનકક્ષ તથા હોટલની બાજુમા આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલી વ્યકિતઓનું રેકોર્ડિંગ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવાના રહેશે. જિલ્લામાં આવેલા તમામ ટોલ પ્લાઝા ઉપર આવતાં જતા દરેક વાહનોના નંબર આઇડેન્ટીફીકેશન થાય તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા, તમામ એટીએમ સેન્ટરો સીસીટીવી કેમેરા અને ખાનગી સિકયુરીટી ગાર્ડ (24 કલાક માટે) રાખવાં જેથી વ્યકિતઓનું આઇડેન્ટીફીકેશન થઇ શકે. સીસીટીવી કેમેરા રાત્રિ દરમિયાન રેકોર્ડિંગ કરી શકે તેવી કવોલિટીનાં રાખવા 30 દિવસ સુધી રેકોર્ડિંગ રહે તેવી વ્યવસ્થા રાખવી. બેંકો, નાણાંકીય સંસ્થાઓ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, સુપર માર્કેટ /શોપિંગમોલ, શોપિંગ સેન્ટરો, કોર્મશિયલ સેન્ટરો, હોટલો, ગેસ્ટ હાઉસો, થિયેટરો, લોજીંગ બોર્ડીગો, ધર્મશાળાઓ, અતિથિગૃહો, વિશ્રામગૃહોમાં બહુમાળી બિલ્ડીંગોમાં તથા મોટા ધાર્મિક સ્થળોમાં અંદરના ભાગે સીસીટીવી કેમેરા મુકવા જણાવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત દંડ સહિત સજાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો