નિયંત્રણો:નવસારી જિલ્લામાં 3 દિવસમાં 132 કોરોના કેસ, આજથી અનેક નિયંત્રણો મૂકી દેવાયા

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેસો વધતાની સાથે જ સરકારી બિલ્ડીંગોમાં સેનેટાઈઝેશનની કામગીરી શરૂ. - Divya Bhaskar
કેસો વધતાની સાથે જ સરકારી બિલ્ડીંગોમાં સેનેટાઈઝેશનની કામગીરી શરૂ.
  • સાૈથી વધુ 27 કેસ નવસારી શહેર તાલુકાના અને 10 કેસ ગણદેવીના
  • શુક્રવારે પણ વધુ 48 પોઝિટિવ કેસ બહાર આવ્યા, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં બે-બે કેસ ચોપડે નોંધાયા

નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધતા તંત્રે નિયંત્રણો મુકવાની શરૂઆત કરી દીધી છે.શુક્રવારે વધુ 48 પોઝિટિવ કેસ નોંધાયા હતા.જિલ્લામાં બુધવારથી કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. બુધવારે 48 અને ગુરૂવારે 46 પોઝિટિવ નોંધાયા બાદ શુક્રવારે પણ 48 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. જે કેસો બહાર આવ્યા તેમાં સૌથી વધુ 27 કેસો નવસારી શહેર તાલુકામાં નોંધાયા હતા.આ ઉપરાંત ગણદેવી તાલુકામાં 10,જલાલપોર તાલુકામાં 5 અને ચીખલી,વાંસદા અને ખેરગામ તાલુકામાં 2-2 કેસ નોંધાયા હતા.

વધુ 48 કેસની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7596 થઈ ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ જ દિવસમાં જિલ્લામાં કોરોનાના 132 કેસ બહાર આવ્યા છે. રાજ્યના અન્ય વિસ્તારોની જેમ જિલ્લામાં પણ કેસો વધતા સરકારની ગાઈડલાઈન મુજબ 8મીને શનિવારથી અનેક નિયંત્રણો મુકવાનો નિર્ણય લેવાયો છે. ગાઈડલાઈન મુજબ સ્થાનિક તંત્રે આ સંદર્ભે જાહેરનામું બહાર પાડવાની તજવીજ હાથ ધરી હતી.

કેસો વધતા સેનેટાઈઝેશન શરૂ
કોરોનાના કેસમાં વધતા હવે નવસારી શહેરમાં વિવિધ જગ્યાએ સેનેટાઈઝેશન પણ પૂરજોશમાં શરૂ કરાયું છે. પાલિકા દ્વારા પોલીસ કચેરી, ડેપો, ન્યાયાલય, સરકિટ હાઉસ સહિત મહત્તમ સરકારી કચેરીઓમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.

એક્ટિવ કેસ 200ની નજીક
કોરોનાની સારવાર લેતા 14 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 7202 થઈ હતી. જોકે એક્ટિવ કેસનો આંક 198 ઉપર પહોંચી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ જ દિવસમાં એક્ટિવ કેસ 104 વધ્યાં છે. જોકે તેમાં મહત્તમ હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ રહ્યાં છે.

વધુ 7 વિદ્યાર્થી સંક્રમિત
હાલ જિલ્લામાં રોજ અનેક 17 વર્ષ નીચેના વિદ્યાર્થીઓના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. શુક્રવારે જોકે તેમાં સાધારણ ઘટાડો થયો હતો અને સાત જ કેસ નોંધાયા હતા.

નવસારીમાં રાત્રિ કરફ્યૂ ન મૂકવાનો નિર્ણય
રાજ્યના મહાનગરો સિવાયના મોટા શહેરોમાં 3.40 લાખની વસતી ધરાવતા નવસારી શહેરનો સમાવેશ થાય છે અને અહીં પણ હાલ કેસ વધ્યાં છે. જોકે નવસારી શહેરમાં સરકારે રાત્રિ કરફ્યૂ મૂક્યો નથી.

જિલ્લામાં શનિવારથી મૂકાયેલા નિયંત્રણો

  • ધોરણ-1થી 9માં વર્ગખંડો 31મી જાન્યુઆરી સુધી બંધ, હવે ઓનલાઈન શિક્ષણ
  • ધો-9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટર તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો ક્ષમતાના 50% વિદ્યાર્થી સાથે
  • પબ્લિક અને પ્રાઈવેટ એસી અને નોન એસી બસ 75% ક્ષમતા સાથે
  • સિનેમા હોય, જીમ, વોટરપાર્ક અને સ્વિમિંગ પુલ, વાંચનાલયો, ઓડિટોરિયમ સહિતના મનોરંજન સ્થળો 50% ક્ષમતા સાથે
  • સ્પોર્ટસ કોમ્પલેક્સ, રમતગમત સંકુલો પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર
અન્ય સમાચારો પણ છે...