તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:ચીખલીના આલીપોર-અભેટા માર્ગ પરથી પ્લાસ્ટિકના કેનમાં મળેલી મહિલાની લાશનો મામલો, મહિલાનું મર્ડર થયું હોવાનો ઘટસ્ફોટ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટમોર્ટમમાં મર્ડરનો ખુલાસો થયો
  • મહિલાના ગળા અને કાનના ભાગે ગંભીર ઇજાના નિશાન

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીને અડીને આવેલા થાલા ગામની હદમાં ગઈકાલે સાંજના સમયે એક પ્લાસ્ટિકના પીપમાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાની લાશનો કબજો પોલીસે લઈ પોસ્ટમોર્ટમ થતા ચોકાવનારી હકીકતો બહાર આવી હતી.જેમાં આ મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. હત્યારાએ આ મહિલાને ગળાના ભાગે કોઈ તીક્ષણ હથિયાર વડે મારી તેનું ગળુ કાપી નાખી તેમજ માથાના પાછળના ભાગે જોરદાર ઘા માર્યો હોવાનું બહાર આવ્યું છે. ચીખલી નજીકના આવેલા થાલા ગામની હદમાં ગઈકાલે સાંજના સમયે ભૂરા કલરના પ્લાસ્ટિકના કેનમાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાની લાશનો કબજો ચીખલી પોલીસે લઈ ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને જેનું આજરોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવતા કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું હતું કે આ મહિલાની હત્યા ગળાના ભાગે કોઈ હથિયારથી ગળુ કાપી નાખી તેમજ માથાના પાછળના ભણે કોઈ તીક્ષણ હથિયારથી ઘા મારી કરવામાં આવી હતી. હત્યા કાર્ય બાદ આ મહિલાની લાશને ભૂરા કલરના પ્લાસ્ટિકના પીપમાં પેક કરી થાલા ગામની હદમાં ફેકી ગયા હતા. જે બનાવ અંગે ચીખલી પોલીસે અજાણ્યા ઇસમો સામે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે જોકે મહિલા ઓળખ થઈ શકી નથી.પોલીસ મહિલાના ઓળખની તપાસમાં જોતરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...