તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઓરેન્જ હોસ્પિટલમાં 10 વર્ષમાં 1000 દર્દીના હૃદયના વાલની સર્જરી

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 એન્જિયોગ્રાફી, 5 હજાર એન્જિયોપ્લાસ્ટી, 2 હજાર બાયપાસ સર્જરી સહિતના સફળ ઓપરેશન થયાં

નવસારી શહેરમાં 10 વર્ષ અગાઉ પ્રજાજનો માટે આધુનિક અને સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનો પાયો નાખવામાં આવ્યો હતો. નવસારી શહેરને સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ મળે અને શહેરીજનોએ અન્ય શહેરો કે જિલ્લા પર આધાર ન રાખવો પડે તે આશ્રયથી 21 ઓગસ્ટ 2011ના દિને સ્વ.ડો.બી.બી. હીરપરાએ ઓરેન્જ હોસ્પિટલનો પાયો નાખ્યો અને નવસારીજનોને આરોગ્યની પુરતી સુવિધા મળી રહે તે માટે હોસ્પિટલની શરૂઆત કરી અને સંપુર્ણ સંચાલન પણ તેઓ કરતા હતા.

જોકે વર્ષ 2014માં અકાળે અવસાન થવાને કારણે સ્વ.ડો.બી.બી.હીરપરાના સ્વપ્નને સાકાર કરવા અને હોસ્પિટલ સતત કાર્યરત રહે તે માટે તેમના ભાઈ મહેશભાઈ હીરપરાએ બીડું ઉઠાવ્યું અને તેને આગળ ધપાવ્યું. કહેવાય છે ને કે, બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. આ કહેવતને સ્વ.ડો.બી.બી. હીરપરાના પુત્ર શ્રેયએ સાબિત કરી અને પિતાની જેમ જ આરોગ્યક્ષેત્રે અભ્યાસ કરીને તબિબની ડીગ્રી મેળવી છે. ડો. શ્રેયએ ઓર્થોપેડિકમાં એમ.એસની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ વલસાડ ખાતે ફરજ બજાવી રહ્યાં છે.

સ્વ.પિતાએ પોતાના પરસેવો રેડીને ઉભી કરેલ હોસ્પિટલમાં ચાર્જ લેવા પહેલા તેઓ હાલ વલસાડ ખાતે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવીને પ્રેક્ટિસ કરી રહ્યાં છે. જે અન્ય માટે ઉદાહરણ સ્વરૂપ છે. નવસારી શહેરમાં આજે ઓરેન્જ હોસ્પિટલ શહેરની અગ્રગણ્ય હોસ્પિટલમાંથી એક છે. ખાનગી હોસ્પિટલ હોવા છતા પણ ઓરેન્જ હોસ્પિટલ સેવાકીય અને સ્વાસ્થ્યને લગતા કાર્યોમાં આગળ રહે છે.

પાછલા 10 વર્ષમાં 15 જેટલી એન્જિયોગ્રાફી, 5 હજાર એન્જિયોપ્લાસ્ટી, 2 હજાર જેટલી બાયપાસ સર્જરી, 1000 જેટલા હૃદયના વાલ્વની સર્જરી કરી છે. આ ઉપરાંત 10 હજાર જેટલી જનરલ સર્જરી અને 10 હજાર જેટલા એક્સિડેન્ટ કેસોની સારવાર કરી છે. આમ ઓરેન્જ હોસ્પિટલ આરોગ્યક્ષેત્રે નવા નવા અભિગમ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દર્દીઓને સારવાર આપી રહી છે. આવનારા સમયમાં ટ્રોમા સેન્ટર, એમ.આર.આઇ. અને સીટી સ્કેનની અધ્યતન સેવા પણ દર્દીઓ માટે ઉપલબ્ધ થવા જઇ રહી છે.

પિતાના સ્વપ્નને સાકાર કરવાનો એકમાત્ર હેતુ
નવસારીના દર્દીઓને અન્ય શહેરમાં જવું પડતું હતું અને નવસારીના દર્દીઓને સારી સારવાર મળી રહે તેમનું સ્વપ્ન હતું. તેમનું સ્વપ્ન જે હતું તે ઘણી સારી રીતે આગળ વધી રહ્યું છે અને હોસ્પિટલની બાજુની જગ્યામાં પણ વધુ સુવિધા માટે વિચાર કરી રહ્યાં છે. - ડો.શ્રેય હીરપરા, સ્વ.ડો.બી.બી. હીરપરાના પુત્ર

કોરોનામાં પણ વણથંભી સેવા આપી હતી
કોવિડ-19ના કપરા સમયમાં 2 હજાર જેટલા કોરોના દર્દીઓને સારવાર આપી છે, જ્યારે 6 હજાર કોરોના દર્દીઓને હોમ આઇસોલેશન થકી સારવાર આપીને સાજા કર્યા છે.આમ કોરોનાકાળમાં અમે દર્દીઓના સાથી બની વણથંભી સેવા આપી છે. - મહેશભાઇ હીરપરા, સ્વ.ડો.બી.બી.હીરપરાના ભાઈ

અન્ય સમાચારો પણ છે...