તસ્કરી:કસબાપાર ગામે આંગણામાં મૂકેલી કારની ઉઠાંતરી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન મિત્રની કાર વાપરવા માટે લાવ્યો હતો

નવસારીનાં કસ્બાપાર ગામે રહેતા અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવાને તેમના મિત્રની ઇકો કાર વપરાશ અર્થે લાવ્યો હતો. તે ઇકો કાર તેમના ઘર આંગણામાંથી ચોરાઈ જતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.નવસારી તાલુકાનાં વિરેશ મિસ્ત્રી (રહે. સુંથારવાડ કસ્બાપાર, તા.જિ નવસારી)એ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓએ તેમના મિત્ર મુકેશ દેસાઈ (હોંડ, તા.ચીખલી)ની ઇકો કાર (નં. GJ-21-CA-5860) વપરાશ અર્થે લાવ્યા હતા. આ કાર 2જી નવેમ્બરે ઘર આંગણામાં મુકી હતી. તેમના પિતાજી મળસ્કે 4 વાગ્યાના અરસામાં ઘર બહાર જોતા ઇકો કાર દેખાઈ ન હતી. કારની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી.

તેમના પડોશીએ જણાવ્યું કે તમારી કાર હાઈવે નં. 48 ધોળાપીપળા પાસેથી જતા જોઈ હતી. જેથી આ કારનો દુરપયોગ ન થાય તે માટે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પી.વી.પાટીલ તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીમાંથી અગાઉ પણ ઇકો ચોરીની ઘટના બની ચૂકી છે. ત્યારે અવારનવાર થતી આ ચોરીને અટકાવવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...