ચોરી:સરપોર-પારડીમાં કારની ઉઠાંતરી

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ગત માસે 3 ઇકો કાર ચોરાયા બાદ હવે ચોથી ઇકો કાર પણ ચોરાઈ જતા તેના માલિકે શોધખોળ કર્યા બાદ કાર નહીં મળતા કાર ચોરાયાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી હતી.

નવસારીના સરપોર પારડી ગામે રહેતા હિરેન બાલુભાઈ પટેલે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તેઓએ ધંધાના કામ માટે કાર (નં. GJ-21-CB-5102) ખરીદી હતી. આ કારનો ઉપયોગ તેઓ ધંધા અને ઘર માટે કરતા હતા. આ કાર 25મી સપ્ટેમ્બરે રાત્રે ઘર આગણામાં મૂકી હતી. જે કાર રાત્રિના સમયે તસ્કરો સ્ટિયરીંગનું લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવી વડે ખોલીને ચોરી ગયા હતા. તેમણે કારની શોધખોળ કરવા છતા મળી આવી ન હતી. હિરેન પટેલે કાર ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...