તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રણોદ્રા હાઈવે પર કારની બાઈકને ટક્કર, 2ના મોત

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 ને ઈજા, કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર

જલાલપોર તાલુકાના કાળાકાછા ગામના લક્ષ્મણ મનુભાઈ રાઠોડે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું કે તેમના સાળા દિનેશ બાલુભાઈ રાઠોડ તેમની બાઈક (નં. GJ-21-P-6460) પર તેમના સ્વજન કમળાબેન ભગીયાભાઈ હળપતિ અને રમીલાબેન દિલીપભાઈ હળપતિ સાથે બાઈક પર રણોદ્રા ગામ હાઇવે પરથી પસાર થતા હતા. દરમિયાન ઇકો કાર (નં. GJ-17-AH-7738)ના અજાણ્યા ચાલકે પૂરઝડપે હંકારી લાવી પાછળથી બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક પર સવારે ત્રણેય જણાં રોડ પર ફસડાયા હતા.

એ સમયે સામેથી આવતી ટ્રક (નં. MH-04-FP-2351)ના ડ્રાઈવર સાઈડના પાછળના ટાયરની નીચે દિનેશ રાઠોડ આવી જતા ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું..પાછળ બેસેલા કમળાબેન હળપતિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેસેલ બીજા રમીલાબેન હળપતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે દાખલ કરાયા હતા. ઘટના બાદ કારચાલક ભાગી ગયો હતો. નવસારી ગ્રામ્ય પીએસઆઈ પી.વી.પાટીલ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...