સરકારનો નિર્ણય:આપણી સલામતી માટે નવસારી 108ના 90 કર્મચારીઓની રજા રદ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિપાવલી પર્વમાળામાં 15 લોકેશન પર આરોગ્ય કર્મીઓ ખડે પગે સેવા બજાવશે
  • આકસ્મિક અને આવશ્યક સેવાને અસર ન થાય તે માટે રાજ્ય સરકારનો નિર્ણય

નવસારી જિલ્લામાં પણ સરકાર દ્વારા 108 ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી છે, જેના કારણે હજારો લોકોના જીવ દર વર્ષે સમયસર સારવાર મળવાથી બચી રહ્યા છે. નવસારી જિલ્લામાં હાલ 15 જેટલા લોકેશન પર 108 એમ્બ્યુલન્સ સેવા ચાલુ છે. જેમાં 90 જેટલા કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. નવસારી જિલ્લામાં દરરોજ 75 થી વધુ કેસ આવી રહ્યા છે.જેમાં પ્રસુતિ,રોડ અકસ્માત,મેડિકલ કેસ,કાર્ડિયાકના કેસો, લીવરને લગતા કેસોમાં જેમને આકસ્મિક સમયે સારવારની જરૂર હોય 108 ને યાદ કરી ફોન કરતા તુરત ગણતરીની મિનિટમાં આવી જાય છે.

નવસારીમાં હાલ 15 જેટલી 108 એમ્બ્યુલન્સમાં રાત દિવસ 90 જેટલા આરોગ્ય કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા દિવાળીના વેકેશનમાં આકસ્મિક સેવાને કોઈપણ જાતની મુશ્કેલી નહીં નડે તે માટે 90 જેટલા સ્ટાફની રજા પણ રદ કરી દેવામાં આવી છે તેઓ હવે દિવાળી પર્વ આકસ્મિક ઘટનાના દર્દીઓની સેવામાં ઉજવશે.

કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા અમે સક્ષમ
નવસારી જિલ્લામાં 108 સેવા ના પ્રોગ્રામ ઓફિસર ધવલ પારેખની સૂચના અને માર્ગદર્શન અનુસાર દિવાળી વેકેશનમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં 15 જેટલી 108 સેવાના 15 લોકેશન પર 90 જેટલા આરોગ્યકર્મીઓ ફરજ બજાવશે. ખાસ કરીને માર્ગ અકસ્માત અને ફૂડ પોઇઝનિંગના કેસો વેકેશન દરમિયાન આવશે તેને પહોંચી વળવા 108 ટીમ સજ્જ છે.

કોઈપણ અકસ્માત કે દુર્ઘટના બની હોય તેની નજીકના લોકેશન ઉપર જે તે એમ્બ્યુલન્સના મેડિકલ સ્ટાફને જાણ કરાશે. ખાસ કરી ને શહેરી વિસ્તારોમાં ફૂડ પોઇઝનિંગ અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અકસ્માત થતા હોય છે પણ તેમને તાત્કાલિક સેવા આપી શકાય તે માટે અમારી ટીમ સજ્જ છે.- મયંક ચૌધરી, સુપરવાઈઝર, 108 નવસારી જિલ્લા​​​​​​​

અન્ય સમાચારો પણ છે...