તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કેનેડા ટોરોન્ટો ગુજરાતી ગૃપ અને ઓમ ઇન્ડિયા કોરોનાથી અસર પામેલાં કુટુંબોને સહાય કરશે

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેનેડા ટોરોન્ટો ગુજરાતી ગૃપ અને ઓમ ઇન્ડિયા દ્વારા નવસારી અને જલાલપોર તાલુકાના આર્થિક રીતે નબળા જે કુટુંબોના આધારસ્થંભ વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુ પામેલ હોય એવા 93 કુટુંબોને આર્થિક રીતે સહાયરૂપ થવાનો કાર્યક્રમ શનિવાર તારીખ 10 જુલાઇના રોજ સવારે 10 કલાકે નવસારી ડીસ્ટ્રીક્ટ સીનિયર સીટીઝન હોલમાં આયોજિત થશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝીણાભઇ પટેલ બિરાજશે અને મુખ્ય અતીથિ તરીકે જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. મેહુલ ડેલીવાળા અને નવસારી વિજલપોર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન માધુભાઇ કથીરિયા મંચસ્થ થશે. કોરોના ટોરોન્ટો ગુજરાતી ગૃપના પ્રતિનિધિઓ બળવંતભાઇ પટેલ (અબ્રામા-ટોરોન્ટો) તથા અરવિંદભાઈ પટેલ (આટ-મોન્ટ્રીઅલ) આ પ્રોજેક્ટ વિશે માહિતી આપશે. nnઆર્થિક સહાય માટે 93 ફેમીલીને એમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી છે.

આ 93 ફેમીલીઓના પ્રતિનિધિઓ આ સમારંભમાં ઉપસ્થિત રહેશે. કેનેડા ટોરોન્ટો ગુજરાતી ગૃપ દ્વારા જલાલપોર અને નવસારી તાલુકાના 13 પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને ઓક્સિજન કોન્સન્ટ્રેટર, સ્ટ્રેચર તથા આરોગ્ય કેંદ્રોને આવશ્યકતા હોય એવી બીજી વસ્તુઓ ટૂંક સમયમાં આપવામાં આવનાર છે. કોરોનાના સંદર્ભમાં નવસારી જલાલપોર વિસ્તારની જે કોઇ જરૂરિયાતો હશે એમાં સહયોગી થવા માટે કેનેડા ટોરોન્ટો ગુજરાતી ગૃપ તત્પર છે અને કાંઠા વિસ્તારના 27 ગામોના કેનેડામાં વસતા કોળી પટેલો ન્યાતિજ્ઞાતિના ભેદ વગર નવસારી-જલાલપોર વિસ્તારને મદદરૂપ થશે.

અન્ય સમાચારો પણ છે...