નવસારીમાં ચોરોનો તરખાટ:ફ્લેટમાં ખુલ્લેઆમ ચોરી કરતા CCTV સામે આવ્યા; બે લાખથી વધુના મુદ્દામાલની ચોરી

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરમાં સતત ચોરો પોલીસને પડકારરૂપ બની રહ્યા છે. કબીલપોરની રાધેશ્યામ સોસાયટીમાં પાંચ દિવસ અગાઉ ચોરો ચોરીનો પ્રયાસ કરતા હોય તેમ CCTVમાં કેદ થયા બાદ આજે ફરીવાર જલાલપુર તાલુકામાં આવેલા કિમ્બર્લી અવધ રેસિડેન્સીમાં 4 થી વધુ બંગલામાં હાથ અજમાવ્યાની સંભાવના છે. જેમાં પીડિતની ફરિયાદને આધારે 2,68000 હજારની ચોરી નોંધીને જલાલપોર તપાસ શરૂ કરી છે.

CCTVમાં ચોરો કેદ થયા હતા
CCTVમાં ચોરો કેદ થયા હતા

લક્ઝુરિયસ બંગલાઓ ચોરોની પ્રથમ પસંદ
અવધ રેસિડેન્સીમાં લક્ઝુરિયસ બંગલાઓ આવ્યા છે. જેમાં ગઈકાલે વહેલી સવારે ચોરો રેઈનકોર્ટ પહેરીને ઘરમાં પ્રવેશીને સોના ચાંદી અને રોકડની શોધખોળ કરતા હોય તેવા CCTV સામે આવ્યા છે. હાલ તો જલાલપુર પોલીસે એક બંગલાના માલિકની ફરિયાદને આધારે FIR દાખલ કરી ચોરોની શોધખોળ શરૂ કરી છે.

ગ્રામ્ય બાદ જલાલપોર પોલીસની ઉંઘ હરામ
કબીરલપોરમાં ચોરી થયા બાદ એક જ સોસાયટીમાં ફરીવાર ચોરો હાથ અજમાવવા માટે આવ્યા હતા પરંતુ કઈ હાથ લાગ્યું ન હતું. ત્યારે સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા ઉહાપો થતા DYSP એસ.કે.રાય સહિત ગ્રામ્ય પોલીસ સાથે સ્થાનિકોની એક મીટીંગ થઈ હતી જેમાં તમામને સતર્ક રહેવા માટે સૂચના આપી હતી. સાથે જ પોલીસને પણ પેટ્રોલિંગ વધારવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. ત્યારે ચોરોએ હવે અન્ય વિસ્તારમાં દેખા દેતા ગ્રામ્ય સહિત જલાલપુર પોલીસ પણ ધંધે લાગી છે.

અન્ય સમાચારો પણ છે...