તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતની છલાંગ:મિત્રને ફોન કરીને નવસારીના વિરાવળ ગામ પાસે પૂર્ણા નદીમાં યુવાને ઝંપલાવ્યું, બે દિવસ બાદ મૃતદેહ મળ્યો

નવસારીએક મહિનો પહેલા
  • 'પૂર્ણા નદીમાં કૂદુ છું, પપ્પાને સવારે જાણ કરજે' એવું કહીં યુવાનો જીવન ટુંકાવ્યું

નવસારીના વિરાવળ ગામ પાસે પૂર્ણા નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવનાર જલાલપોરના યુવાનનો મૃતદેહ ઘટના સ્થળેથી 500 મીટર દૂર વિરાવલને અડીને આવેલા કસ્બા ગામ પાસેથી બપોરે બાર વાગ્યે ઝાડીમાં ભેરવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસની સતત શોધખોળ બાદ તરૂણનો મૃતદેહ મળ્યો હતો, જેને પીએમ અર્થે સિવિલમાં ખસેડાયો હતો.

જલાલપોરના અમૃતનગર સોસાયટીમાં રહેતા 18 વર્ષીય દર્શન જીતુભાઈ સાવલિયા બે દિવસ અગાઉ રાત્રે પોતાના ઘરેથી કંઈ પણ કહ્યા વગર અચાનક મોપેડ લઇ નીકળી ગયો હતો. જે રાતે 8:30 વાગ્યે નવસારીના વિરાવળ નજીક પૂર્ણા નદીના પુલ પાસે પહોંચ્યો હતો. જ્યાં તેણે મોપેડ પાર્ક કરી પોતાના મિત્રને ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે, પૂર્ણા નદીમાં કૂદુ છું, પપ્પાને સવારે જાણ કરજે. ત્યારબાદ પુલ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. નદીમાં પડ્યા બાદ દર્શને બચવા માટેના પ્રયાસો પણ કર્યા હતા અને બચાવોની બૂમો પણ પાડી હતી. પરંતુ કોઈ એના સુધી પહોંચે એ પહેલા દર્શન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

ઘટનાની જાણ નવસારી ફાયર બ્રિગેડને થતાં ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, દર્શનને શોધવાના પ્રયાસો આરંભ્યા હતા. બીજા દિવસે ફાયરના કર્મીઓ દ્વારા પૂર્ણ નદીમાં પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં દર્શનના મૃતદેહને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેની સાથે નવસારીના પાટીદાર સમાજના યુવાનો તેમજ દર્શનના મિત્રોએ પણ તેને શોધવા માટે પૂર્ણા નદીના કિનારે અલગ-અલગ જગ્યાએ કલાકો બેસી રહી દર્શનના મૃતદેહને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂર્ણામાં ગરક થયેલા દર્શનનો મૃતદેહ 36 કલાક વીત્યા બાદ પણ મળ્યો ન હતો. જોકે, આજે બપોરે 12 વાગ્યેના સુમારે દર્શન જ્યાં ડૂબ્યો હતો, ત્યાંથી અંદાજે 500 મીટર દૂર કસ્બા ગામ નજીક ઝાડીઓમાં ભેરવાયેલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ તેને બહાર કાઢી પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસ પાણીમાં રહેવાને કારણે ડી-કમ્પોઝ હાલતમાં હતો મૃતદેહ
જલાલપોરના દર્શન સાવલિયાએ શનિવારે રાત્રે 8:30 વાગ્યાના સુમારે પૂર્ણા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી, પરંતુ નદીના પ્રવાહમાં દર્શનનો મૃતદેહ શોધવા છતાં પણ મળ્યો ન હતો. જે આજે 40 કલાક બાદ કસ્બા ગામના કિનારે જાડીમાં ભેરવાયેલો મળ્યો હતો. બે દિવસ સુધી પાણીમાં રહેવાને કારણે મૃતક દર્શનનો મૃતદેહ ડી-કમ્પોઝ થયો હતો. જેને સાચવીને નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયો હતો.

પાટીદાર સમાજમાં શોક વ્યાપ્યો
નવસારીના જલાલપોર વિસ્તારના અમૃત નગર સોસાયટીમાં રહેતો અને અગિયારમાં ધોરણમાં ભણતો, તેમજ ભક્તિભાવવાળો દર્શન અચાનક આત્મહત્યા કરી લે એ વાત કોઇને ગળે ઉતરતી નથી. જોકે સાવલિયા પરિવારનો એકનો એક કુળ દિપક બુઝાતા પરિવાર આઘાતમાં સરી પડયો છે, જ્યારે સમગ્ર પાટીદાર સમાજમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...