ગ્રામપંચાયત ચૂંટણી:કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલે પોતાના ગામ મજી ખાતે પહોંચીને મતદાન કર્યું, લોકોને મતદાન કરવા હાકલ કરી

નવસારીએક મહિનો પહેલા
  • મંત્રી હોવા છતાં પોતાના વિધાનસભા વિસ્તારમાં માત્ર 3 ગામો સમરસ થયા

આજે સમગ્ર રાજ્યના 10 હજારથી વધુ ગામડાઓમાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે રાજ્યના પુરવઠા પ્રધાન અને કેબીનેટ મિનિસ્ટર નરેશ પટેલે પણ મજીગામ ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. જેટલું મહત્વ લોકસભા અને વિધાનસભાનાં ચૂંટણીનું હોય તેટલું જ મહત્વ આ ગ્રામપંચાયતની ચૂંટણીનું છે તેવી વાત તેમણે કરી હતી.

નરેશ પટેલ કેબિનેટ મિનિસ્ટર હોવા છતાં પણ પોતાના મતવિસ્તારમાં માત્ર ત્રણ ગામો સમરસ કરાવી શક્ય છે. નરેશ પટેલના જણાવ્યાં મુજબ તેમણે પોતાના મત વિસ્તારના અનેક ગામોને સમરસ બનાવવા પ્રયત્ન કર્યા હતા છતાં પણ 3 જ ગામ શક્ય થઈ શક્ય હતા. આજે ગણદેવી તાલુકામાં 51 અને ચીખલી તાલુકામાં 62 ગામમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે જે અંતર્ગત ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલે મજીગામ ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલે તમામ લોકોને મતદાન કરવા હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...