અકસ્માત:ગ. સિસોદ્રા રોડે યુવકની બાઇક સ્લીપ થતા મોત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાંકલનો યુવક નોકરી પર જતો હતો

ચીખલીના યુવાન બાઇક લઈ નોકરી પણ જતી વેળાએ ગણેશ સિસોદ્રા રોડ પર અચાનક બાઇક સ્લીપ થઈ જતા ગંભીર ઇજા પહોંચી હતી. તેનો મિત્ર સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

નવસારીના ડાંભર ગામે રહેતા જય રાજેન્દ્રભાઈ પટેલે ગ્રામ્ય પોલીસમાં જાણ કરી કે તેમનો મિત્ર જૈમીન જગદીશ પટેલ (ઉ.વ. 29, રહે. નોગામા-ટાંકલ, તા.ચીખલી) આમડપોર ગામે નોકરી કરવા માટે મંગળવારે રાબેતા મુજબ તેમની બાઇક (નં. GJ-21-AK-1234) લઈને સવારે ને.હા.નંબર 48 પરથી પસાર થતા હતા.

દરમિયાન ગણેશ સિસોદ્રા રોડે આવેલ રોયલ એનફીલ્ડના શો રૂમ પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઇવે પર તેમની બાઇક અચાનક સ્લીપ થઈ ગઇ હતી. જેથી તે રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે નવસારી પારસી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આ બનાવની ગ્રામ્ય પીએસઆઈ વી.જે.પટેલ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...