એસ.ટી.નું અવનવું:એકજ ડેપોની એક જ રૂટની બસ પણ ભાડા અલગ-અલગ

ખારેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એંધલના આશિષભાઈને કડવો અનુભવ, કોની સામે કાર્યવાહી થશે એ પણ સવાલ

ગુજરાત એસ.ટી.તંત્ર માં એસ.ટી.ના ભાડા બાબતે કેટલાય ડેપોમાં વિસંગતતા જોવા મળે છે. જેનો ભોગ મુસાફર જનતા બની રહી છે. મુસાફર ફરિયાદ કરે તો તેને પણ ગોળ-ગોળ જવાબ આપી શાંત કરી દેવાય છે. વલસાડ વિભાગના વલસાડ ડેપો દ્વારા વલસાડથી સવારે 5.15 કલાકે વલસાડ સંતરામપુર બસ ઉપડે છે. આ બસમાં એંધલના આશિષભાઈ આહિરને કડવો અનુભવ થયો હતો. આશિષભાઈ આ બસમાં 31મી મે ના રોજ બેઠા હતા. તેમને એંધલથી સુરતની રૂ. 86ની ટિકિટ પકડાવી દીધી હતી. ભાડા બાબતે થોડી રકઝક કરી હતી.

બાદમાં આજ બસમાં 1લી જૂનના રોજ એંધલથી સુરત જવા બેઠા હતા ત્યારે આજ રૂટની આજ બસમાં એંધલથી સુરતના રૂ. 59 લીધા હતા. આવી જ રીતે વિસનગરથી ધરમપુર જતી બસમાં પણ સુરતથી એંધલનું ભાડું રૂ. 67 લેવાય છે. આમ ભાડા બાબતે મુસાફર જનતા વગર વાંકે દંડાય રહે છે.આ બાબતે વલસાડ ડેપો મેનેજર જોશીનો ફોન ઉપર સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે આમાં પ્રથમ દૃષ્ટિએ કંડકટરની બેદરકારી દેખાય આવે છે કેમકે આ રૂટ પર ફરતા કંડકટરે એક્સ્ટ્રા બસના સંચાલનનો રૂટ બેદરકારીથી લોડ કરી દીધો હતો. જેને લઈને આ બનાવ બન્યો હતો. આ બાબતે કંડકટર સામે ખાતાકીય કાર્યવાહી અવશ્ય થશે.

અન્ય સમાચારો પણ છે...