તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:સ્ટીલ-સિમેન્ટના ભાવવધારા સામે બિલ્ડરોનું રણશિંગુ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં ચાલી રહેલા 150થી વધુ પ્રોજેક્ટ પર માઠી અસર વર્તાઇ

સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં સતત થયેલા વધારાના કારણે બિલ્ડરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જેને પગલે નવસારીમાં પણ પ્રતિકૂળ અસર વર્તાય તેવી શક્યતા છે. નવસારી જિલ્લામાં અનેક બિલ્ડરો દ્વારા લોકોના સ્વપ્નના ઘરને સાકાર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી કેટલક પ્રોજેક્ટ હજી પણ પુરા થયા નથી નવસારીમાં હાલના તબક્કે 150 થી વધુ પ્રોજેક્ટ કાર્યરત છે પરંતુ છેલ્લા આઠેક વર્ષથી સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં 15 થી 20 ટકા સુધીનો વધારો થયો છે. લોકડાઉન સમય દરમિયાન તમામ પ્રોજેક્ટ બંધ પડ્યા હતા.

હાલના તબક્કે નવસારી જ્યારે લોકડાઉન ખુલ્યું છે તેવા સંજોગોમાં પ્રોજેક્ટ પુનઃકાર્યરત થાય તે જરૂરી હતું. લોકડાઉન ખુલ્યા પછી પરિસ્થિતિ સુધરી નથી, કારણકે લોખંડ, સિમેન્ટના વધારાને કારણે કેટલાય પ્રોજેક્ટ પર તેની અસર જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય ક્રેડાઇ તથા બિલ્ડર એસોસિએશને સિમેન્ટ-લોખંડના કૃત્રિમ ભાવ વધારા સામે બંડ પોકારી વિરોધ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

કંપનીઓ દ્વારા બેફામ થયેલા સિમેન્ટ-લોખંડના ભાવ વધારા સામે ક્રેડાઇએ રાજ્યભરમાં દેખાવો કરી કંપનીઓની શાન ઠેકાણે લાવવા નિર્ધાર વ્યક્ત કર્યો છે. નવસારી ક્રેડાઇ બિલ્ડર એસોસિએશન તેમાં પાછું નહીં પડે. નવસારી જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન કરી નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કંપનીઓની જોહુકમી સામે વિરોધ કરવાનો નિર્ધાર કર્યો છે. આ સાથે નવસારી જિલ્લામાં એક દિવસ માટે તમામ બિલ્ડરો પોતાના તમામ પ્રોજેક્ટની કામગીરી પણ ઠપ કરી દેશે.

કલેકટરને આવેદન આપી રજૂઆત કરાશે
નવસારીમાં હાલ જે પણ પ્રોજેક્ટ કાર્યરત છે એ તમામ પ્રોજેક્ટ પર એક દિવસ માટે કામગીરી ઠપ કરી દેવામાં આવશે. સિમેન્ટ અને લોખંડની કંપનીઓ સામે વિરોધ દર્શાવવા વિવિધ બેનરો પણ લગાવી લોકોમાં જાગૃતિ લાવવા સાથે સરકાર કંપનીઓની બાબતમાં સિમેન્ટ, લોખંડનો ભાવ નિયંત્રણમાં રહે તેવા પ્રયાસો કરવા પણ અનુરોધ કરશે. નવસારી જિલ્લામાં પણ આ હેતુ સાથે જ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. > ભરતભાઈ સુખડિયા, પ્રમુખ, નવસારી ક્રેડાઈ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો