તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:નવસારીમાં બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી કોરોનાના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન નિઃશુલ્ક આપાશે

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોના દર્દીઓને એક હજાર નિઃશુલ્ક રેમડેસીવીર ઇન્જેક્શન અપાશે - Divya Bhaskar
કોરોના દર્દીઓને એક હજાર નિઃશુલ્ક રેમડેસીવીર ઇન્જેક્શન અપાશે
 • ભાજપના કાર્યાલય ખાતેથી એક હજાર નિઃશુલ્ક રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની તૈયારી

નવસારીમાં કોરોનાના વધતા કેસની સાથે જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, ત્યારે બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી જિલ્લામાં જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ભાજપના કાર્યાલય ખાતેથી નિઃશુલ્ક એક હજાર રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની તૈયારી કરી છે.

નવસારી જિલ્લામાં બે મહિનામાં કોરોનાના 150થી વધુ કેસ નોંધાયા છે. જોકે, આ આંકડાઓથી વિપરીત જિલ્લામાં કોરોના તેજ રફતારથી વધી રહ્યો છે. જેને કારણે નવસારીની હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. જ્યારે રેમડેસીવીર ઇજેક્શન તેમજ ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે.

શહેરમાં કોરોના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની તકલીફ ન પડે, તે માટે જિલ્લા ભાજપ દ્વારા નવસારીના શ્રેષ્ઠી અને બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી એક હજાર ઇન્જેક્શન નિઃશુલ્ક આપવાની તૈયારી કરી છે. જેમાં આજથી 100 જરૂરિયાતમંદોને ઇન્જેક્શન ભાજપ કમલમ કાર્યાલય ખાતેથી જરૂરી ડોક્યુમેન્ટને ચકાસ્યા બાદ નિઃશુલ્ક અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો