વિવાદ:રાધાકૃષ્ણ મંદિર ફરી ત્યાં જ બાંધો નહીં તો 15 દિવસ બાદ આંદોલન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીના જમાલપોરમાં આવેલા સર્વોદયનગર સોસાયટીમાં રાધાકૃષ્ણ મંદિરને પાલિકા સત્તાધિશોએ તોડી પાડતાની સાથે જ તેનો વિવાદ હવે સ્થાનિક કક્ષાએથી સ્ટેટ અને રાષ્ટ્રીય સ્તર ઉપર પહોંચી ગયો છે. અગાઉ આપના સાંસદે પણ રાજ્યસભામાં આ પ્રકરણમાં સરકાર સામે તીખી પ્રક્રિયા આપી હતી તો હવે કોંગ્રેસ પણ મેદામાં આવી ગયું હોય તેમ કોંગ્રેસ પ્રભારીએ પાલિકાએ તોડી પાડેલું મંદિર ફરી નહીં બાંધે તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી આપતા ફરીથી મંદિર વિવાદને હવે મળી છે.

નવસારીમાં સર્વોદયનગર સોસાયટીમાં મંદિર તોડવાનો મુદ્દો હવે રાષ્ટ્રીયસ્તર પર ગૂંજી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આપના સાંસદે રાજ્ય સભામાં એ મુદ્દો ઉઠાવ્યો હતો તો હવે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા પણ વલસાડના કાર્યક્રમ પહેલા નવસારી શાંતિ સભામાં આવ્યા હતા પરંતુ વરસાદને કારણે સભા રદ થતા સરકિટ હાઉસમાં સર્વોદયનગરના લોકોને મળ્યાં હતા. ત્યારબાદ પત્રકાર પરિષદમાં રઘુ શર્માએ ભાજપને આડેહાથ લેતા ડબલ એન્જીનવાળી સરકાર ભાજપનું કેન્દ્ર, ગુજરાત રાજ્ય અને નવસારીમાં પણ શાસન હોય લોકોની આસ્થા સમાન મંદિર તોડી પાડ્યું હતું અને મહિલા બાળકો પર પોલીસ દ્વારા અત્યાચાર કરાયો તે નિંદનીય છે.

હું લોકોની વેદના સમજી શકું છું. સોસાયટીના લોકો મારી પાસે આવી રજૂઆત કરી, કોર્ટમાં કેસ ચાલે છે પરંતુ હિન્દુ ધર્મ ઉપર રાજનીતિ કરી સત્તામાં આવ્યા બાદ હિન્દુઓના મંદિર તોડ્યા તે ક્યાંનો ન્યાય ? 300 રહીશોની સોસાયટીમાં 400 પોલીસ આવ્યા અને મંદિર તોડ્યું આમ ભાજપના બતાવાની અલગ અને ચાવવાના અલગ છે. વડાપ્રધાન એ નારો આપ્યો સબ કા સાથ સબ કા વિકાસ પણ કરણી અને કથનીમાં લોકોએ ફરક જોયો છે.

કોર્ટમાં કેસ ચાલે છે, ખોટું છે તે ખોટું છે. મંદિર તોડવા માટે સ્થાનિક પાલિકાએ બિલ્ડરનું હિત જોયું, માત્ર બિલ્ડરને સાથ આપવા મંદિર તોડ્યું. પ્રતિમા અને મંદિરની જગ્યા પાલિકાના કબજામાં હોય આ વાત યોગ્ય નથી. પાલિકા એજ જગ્યાએ મંદિર બનાવી આપે તેમજ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી આપે તો અમને કોઈ વાંધો નથી. જો 15 દિવસમાં કોઈ પગલાં નહીં લે તો આશ્ચર્યજનક કાર્યક્રમો કરીશું તેમ આડકતરી રીતે ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...