રાહત:BTTSએ સિક્યુરિટી પગારના બાકી નાણાં અપાવતા રાહત થઈ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલીના દેગામમાં રહેતા શખસને સિક્યુરિટી તરીકે રાખી અઢી માસથી પગાર નહીં ચૂકવતા BTTSના હોદ્દેદારોને જાણ કરી હતી. તેમણે મધ્યસ્થી કરીને બાકીનો પગાર તુરંત અપાવ્યો હતો.

ચીખલીના દેગામમાં ખાનગી કંપનીમાં જીઆઇ કંપનીના સિકયુરિટી સુપરવાઈઝર તરીકે ઓળખ આપનાર રતન નામના માણસે દેગામ ગામના જ વ્યક્તિને સિકયુરિટી તરીકે નોકરી પર રાખ્યો હતો. જ્યારે પગાર આપવાનો સમય આવ્યો ત્યારે આ સુપરવાઈઝરે અઢી મહિનાથી પગાર ચૂકવ્યો ન હતો. રજૂઆત કરવા જાય ત્યારે દાદાગીરી કરતા હતા. આ બાબતે તેણે નવસારી જિલ્લા BTTS સંગઠનના આગેવાનોને રજૂઆત કરી હતી.

BTTSના પંકજ પટેલ સહિત અગ્રણીઓ સુપરવાઈઝર સાથે વાતચીત કરી હતી. જેને લઈને સુપરવાઈઝરે અઢી માસના બાકી પગાર રૂબરૂમાં સ્થળ પર જ એમના પરિવારને આપી દીધો હતો. જો કોઈપણ કામદારોને પગાર બાબતે અસુરક્ષિત અનુભવતા હોય તો ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાના ગુજરાતના મહામંત્રી પંકજ પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...