તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ચીખલી કસ્ટોડિયલ કેસમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા BTTSની માંગ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી BTTSના પંકજ પટેલ, નાનુ પટેલ, પ્રકાશ પટેલ, મયુર પટેલ સહિત અગ્રણીઓએ કલેકટરને આપેલું આવેદનપત્રમાં જણાવ્યું કે તાજેતરમાં ચીખલી પોલીસ સ્ટેશનમાં બે યુવાનના મોતમાં ચીખલી પોલીસ અધિકારીઓએ ગુનો આચરેલ હોવા છતાં પોલીસને બચાવવા મોડી એફઆઈઆર કરવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદ પણ આરોપીઓની નવસારી-ચીખલી પોલીસ આરોપીઓને બચાવવા ધરપકડ કરતી નહીં હોય જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ.

આરોપીઓ પોલીસ જ હોય નવસારી અદાલતમાં રાઉન્ડ મારતા વારંવાર નજરે ચડે છે પરંતુ પોલીસને આરોપી પકડવામાં રસ નથી. આ ગુનામાં ભીનુ સંકેલાય તેવી પૂરી શકયતા હોય નવસારી પોલીસ પાસેથી SITને તપાસ આપવા માંગણી છે. હત્યાની તપાસ CIDને તાત્કાલિક સુપરત કરવા, હત્યામાં સંડોવાયેલ આરોપીઓ પોલીસ અધિકારી હોય તમામને તાત્કાલીક અસરથી ડીસમીસ કરવા માંગ કરી હતી.

અટક નહીં થાય તો કાર્યક્રમો અપાશે
જો આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતના એસ.ટી. એસ.સી, ઓબીસી સમાજ અને માઈનોરીટી એક મંચ ઉપર આવશે અને ટૂંકા સમયગાળામાં ચીખલી પોલીસ સ્ટેશનને તાળાબંધી અને વિધાનસભા ઘેરાવ, ધારાસભ્યો-સંસદ સભ્યોનો ઘેરાવ અને જેલભરો આંદોલન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. તેના માટે સરકાર અને પોલીસતંત્ર જવાબદાર રહેશે. સરકાર આદિવાસી પ્રત્યે સંવેદનશીલ બની આરોપીઓની તાત્કાલિિક ધરપકડ કરે તેવી અમારી સખત માંગ છે. - પંકજ પટેલ, પ્રદેશ અગ્રણી, BTTS

અન્ય સમાચારો પણ છે...