• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • BTP's Demand To Correct The Difficulties Faced By The True Tribals In Getting Caste Samples And Not To Give Tribal Samples Without Proper Verification

જાતિના દાખલાનો વિવાદ:સાચા આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવામા પડતી મુશ્કેલીઓ નિવારવા અને યોગ્ય ખરાઈ વિના આદિવાસી દાખલા નહીં આપવા BTPની માગ

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરને ઉદ્દેશીને આજે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આજે નવસારી જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સાચા આદિવાસીઓને જાતિના દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલીઓ ઉપરાંત ખોટા દાખલા અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવાયું છે કે 19 સપ્ટેમ્બર 2020ના જાહેરનામા મુજબ આદિજાતિના દાખલા માટે 37 જેટલા પૂરાવા માંગવામાં આવે છે અને તે પૈકી જો કોઈપણ એક પૂરાવો નહીં મળે તો દાખલો અપાતો નથી. જેને પગલે અનેક ગરીબ આદિવાસી લોકો જાતિના દાખલાથી વંચિત થયા છે અને તે રીતે સરકારી લાભોથી પણ વંચિત રહી ગયા છે.

પાર્ટી દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે આદિવાસી બહુલ વિસ્તારોમાં જૂના નિયમો મુજબ સરપંચ-તલાટીનો દાખલો, લિવિંગ સર્ટીફીકેટ, આધાર કાર્ડ જેવા પૂરાવાઓ રજૂ કર્યેથી દાખલો કાઢી આપવામાં આવતો હતો, જે નિયમ ચાલુ રાખવામાં આવે. નવા નિયમ મુજબ સાચા આદિવાસીઓની મુશ્કેલી વધી હોવાની રજૂઆત પાર્ટીએ કરી છે. બીજી તરફ પાર્ટીએ એવી પણ માંગણી મુકી છે કે ગીર, બરડા અને આલેચના જંગલમાં નેસમાં વસતા રબારી, ભરવાડ અને ચારણોને જાતિના દાખલાના નવા નિયમોનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તે જરૂરી છે.

પાર્ટીએ કટાક્ષ પણ કર્યો હતો કે ગુજરાત સરકાર મેળાઓ કરીને બોગસ આદિવાસીઓને લાખો ખોટા પ્રમાણપત્રોનું વિતરણ કરી દીધું છે, જ્યારે અસલ આદિવાસી લોકોને જાતિના દાખલા લેવામાં અનેક મુશ્કેલીઓ નડી રહી છે. આ સમસ્યાનું તાકીદે નિવારણ નહીં આવે અને માંગ પૂરી નહીં થાય તો મોટા જન આંદોલનનો સામનો કરવો પડશે તેવી ચીમકી ટ્રાયબલ પાર્ટીએ ઉચ્ચારી છે.

હેરાન કરાશે તો જન આંદોલન કરીશું
એકબાજુ આ ગુજરાત સરકારે મેળાઓ કરીને બોગસ આદિવાસીઓને ખોટા જાતિના પ્રમાણપત્રોનું વિતરણ કરી દીધું છે. બીજી બાજુ અસલ આદિવાસીઓને જાતિના દાખલા માટે મુશ્કેલી ઉભી કરે છે. અસલ આદિવાસી પ્રજાને ખોટા ખર્ચાઓ અને હેરાન કરવામાં આવશે તો આવનાર સમયમાં સરકારને મોટા જન આંદોલનનો સામનો કરવો પડશે. > પંકજ પટેલ, મહામંત્રી, BTTS ગુજરાત

અન્ય સમાચારો પણ છે...