તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળી કાર્યવાહી:નવસારીમાં BSNLનો લાખોનો વેરો બાકી છતાં કાર્યવાહી નહીં

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મિલકત સીલ કરનારી પાલિકા ચૂપ કેમ?
 • 3 વર્ષથી 2.66 લાખ વેરાે વસુલવાનો બાકી

નવસારીના માણેકલાલ રોડ નજીક આવેલી BSNLની કચેરીનો 3 વર્ષનો પાલિકાનો 2.66 લાખનો વેરો બાકી હોવા છતાં કડક પગલાં લેવાયા નથી. જેથી તેમની સાથે પત્રવ્યવહાર કરાઇ રહ્યો છે. નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે બાકી વેરાની વસુલાત માટે નવસારી-વિજલપોર નગરપાલિકા કડક પગલાં લઈ રહી છે. મોટા બાકીદારોની તો મિલકત સુદ્ધા સીલ કરવામાં આવી રહી છે. આવી જ એક સરકાર સાથે સંકળાયેલ મિલકતનો પણ વધુ વેરો બાકી હોવાની જાણકારી મળી છે.

શહેરના માણેકલાલ રોડ નજીક આવેલી ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની કચેરીનો એક નહી પણ ચાલુ વર્ષ સાથે 3 વર્ષનો પાલિકાનો વેરો બાકી છે. જેની કુલ રકમ 2.66 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. આ રકમ માટે પાલિકાએ હાલમાં ફરી વખત કડક પગલાં લેવાની હાલમાં નોટિસ આપી છે. જોકે કડક પગલાં લીધા નથી. અગાઉ આ કચેરીનો વેરો ભરાતો હતો પણ હાલના વર્ષોમાં વેરો કેમ બાકી રહ્યો છે તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો