BSFની સાઇકલ યાત્રા:BSFના જવાનોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા દાંડીથી દિલ્હી રાજઘાટ સુધી સાઇકલ યાત્રા યોજી

નવસારીએક મહિનો પહેલા
  • 2જી ઓક્ટોબરે સાઇકલ યાત્રા દિલ્હી પહોંચશે
  • 1308 કિલો મીટરની સાઇકલ યાત્રા

દેશની સરહદોની રક્ષા કરતા BSFના જવાનોએ આઝાદીના અમૃત મોહત્સવને યાદગાર બનાવવા સાઇકલ યાત્રા યોજી હતી. જેમાં નવસારીમાં આવેલા નમક સત્યાગ્રહના સાક્ષી દાંડીની પવિત્ર ભૂમિ જે ગાંધીજીના નામે ઓળખાય છે ત્યાંથી સાઇકલ યાત્રાની શુભ શરૂઆત કરી દિલ્હી રાજઘાટ તરફ પ્રયાણ કર્યું હતું.

અહિંસાના પૂજારી ગાંધીબાપુ અને સ્વતંત્ર સેનાની એ આપેલા બલિદાનને યાદ કરતા BSFના જવાનો એ આઝાદીના 75 વર્ષની ઉજવણી અનોખી રીતે કરી છે. મહાત્મા ગાંધીએ જ્યાંથી ચપટી મીઠું ઉપાડી ને અંગ્રેજી હુકુમતને હચમચાવી મૂકી હતી, તેવા સ્થળ દાંડીથી લઈને દિલ્હીના રાજઘાટ સુધી દેશના જવાનોએ સાઇકલ યાત્રા થકી આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.

દેશને આઝાદ થયાને 74 વર્ષ પૂર્ણ થયા અને 75નું વર્ષ શરૂ થયું છે, ત્યારે સમગ્ર દેશમાં વર્ષ દરમ્યાન આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે સરહદના સંત્રી એવા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન અને અધિકારીઓ દ્વારા નવસારી જિલ્લાના દાંડીથી દિલ્હી રાજઘાટ સુધી સાઇકલ ચલાવીને પર્યાવરણને રક્ષિત કરવાના સંદેશા સાથે યાત્રાનુ આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં BSFના IG જી.એસ.મલિક પણ હાજર રહ્યા અને ફ્લેગ ઓફ કરી રેલીને દિલ્હી તરફ રવાના કરાવી હતી.

BSFને ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ માનવામાં આવે છે, જે સરહદી સુરક્ષા કરે છે જેમને આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમો આપ્યા છે.જે પૈકી વિવિધ સંદેશાઓ સાથે આજે દાંડીથી દિલ્હી રાજઘાટ સુધી 1308 કિલોમીટર સુધીની રેલીની શરૂઆત કરવામાં આવી છે.2 અધિકારી અને 13 જવાન પૈકી 15 ની ટિમ આ સાઇકલ યાત્રામાં જોડાઈ છે. એક ભારત શ્રેષ્ઠ ભારત,ફિટ ઇન્ડિયા અને ક્લીન વિલેજ ગ્રીન વિલેજ જેવા સૂત્રો સાથે આ સાઇકલ યાત્રાની શરૂઆત થઈ છે.

BSFના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ જી.એસ.મલિકના જણાવ્યા મુજબ દેશના આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.એક ભારત શ્રેષ્ઠ ભારત,ફિટ ઇન્ડિયા અને ક્લીન વિલેજ ગ્રીન વિલેજ જેવા સૂત્રો સાથે આ સાઇકલ યાત્રાની શરૂઆત થઈ છે. BSFના સબ ઇન્સ્પેકટર અજયકુમારના જણાવ્યા મુજબ દેશની સુરક્ષા માટે BSF હંમેશા તત્પર રહે છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે દાંડીથી નીકળેલી આ રેલી બીજી ઓક્ટોબરે દિલ્હી રાજઘાટ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...