મદદની ગુહાર:ડાંગની ખુશ્બુને યુક્રેનથી પરત લાવો, માતા-પિતાની ગુહાર

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખુશ્બુ- ફાઇલ તસવીર - Divya Bhaskar
ખુશ્બુ- ફાઇલ તસવીર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી તણાવની પરિસ્થિતિમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ખૂબ જ ઝડપી અભિયાન સરકારે આરંભી દીધુ છે અને કેટલાય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં સરકાર સફળ પણ થઇ છે, પરંતુ હજુ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધના વિસ્તારોમાં ફસાયેલા છે, જે તાત્કાલિક ઘોરણે ભારત પરત આવવા ઇચ્છિ રહ્યાં છે.

ડાંગ જિલ્લાના આહવા સિવિલ હોસ્પિટલમાં લેબ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પરિમલ પટેલની દીકરી ખુશ્બુ હાલ યુક્રેનના સુમિ સ્ટેસ્ટ યુનિવર્સીટી ખાતે એમબીબીએસમાં અભ્યાસ કરે છે, રસિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં બન્ને દેશની બોર્ડર ઉપર આવેલ સુમિ સ્ટેટ ખાતે ફસાયેલ ખુશ્બૂ અને તેની સાથે રહેલા ગુજરાતના 18 જેટલા અને ભારતના 600 જેટલા વિદ્યાર્થીઓ છે. ખુશ્બૂના માતા-પિતા સતત ખુશ્બૂ સાથે ટેલિફોનિક સંપર્કમાં છે અને પોતાની દીકરી સલામત રીતે ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરે છે. સુમિ સ્ટેટમાં ફસાયેલ વિદ્યાર્થીઓને બહાર નીકળવા માટે એક માત્ર રસિયા બોર્ડર એક માત્ર વિકલ્પ હોય ત્યાં ફસાયેલ બાળકો ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમને આ પરિસ્થિતિ માંથી બહાર નીકાળવા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરે.

આ બાબતે ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ કહ્યું છે કે, તેઓ સરકાર સાથે સતત સંપર્કમાં છે, ફક્ત ડાંગની દિકરી જ નહીં ગુજરાત અને ભારતના તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત ઘરે પહોંચે તેવા સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...