તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પ્રેમીનો પરિણીત પ્રેમિકા પર છરાથી હુમલો, પતિને માર માર્યો

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં બનેલી ઘટના

નવસારીના કબીલપોર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી પરિણીતા એ ફરિયાદ નોંધાવી હતી કે તેના પુત્રનો બપોરે ફોન આવ્યો કે પપ્પાની તબિયત સારી નથી. જેથી પરણીતા નોકરીએથી ઘરે આવી હતી અને જોયું તો તેના પતિના બન્ને હાથ અને મોઢું પટ્ટી વડે બાંધેલું હતું. પાંચ વર્ષ અગાઉ તેમના વિસ્તારમાં ભાડુઆત તરીકે રહેતા અતુલ વિજયભાઈ પટેલ (હાલ રહે. મીરારોડ, મુંબઈ) તેના ભાણેજ સહિત બીજા બે અજાણ્યા યુવકો તેમના ઘરે બેસેલા હતા.

અતુલ પટેલે પરિણીતાને જણાવ્યું કે તારા પતિને આપણા બે વચ્ચેના સંબંધો જણાવી દે, અતુલ પટેલે પરિણીતાને જણાવ્યું કે ચા પીને જવું છે. ચા પીધા બાદ ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેણે અચાનક છરો કાઢી પરિણીતાં અને તેના પતિ ઉપર હુમલો કરી હાથ અને શરીરમાં ઇજા કરી હતી. હુમલો થતા પરણિતા અને તેના પતિએ બચાવોની બૂમો પાડતા સોસાયટીના લોકો આવી જતા અતુલ પટેલે જાતે જ હાથમાં છરાના ઘા માર્યા હતા. સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...