તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:નવસારી-વિજલપોર પાલિકામાં પતિ-પત્ની બંનેને ચેરમેનશીપ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની આરોગ્ય અને પતિને શિક્ષણ કમિટી

નવસારી-વિજલપોર પાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન જગૃતિબેન શેઠ બન્યાં બાદ હાલ તેમના પતિ સુરેશ શેઠ પાલિકાની નગરશિક્ષણ સમિતિના ચેરમેન પણ બન્યાં છે. નવસારી-વિજલપોર પાલિકાની ગત ચૂંટણીમાં વોર્ડ-11માં ભાજપની ટિકિટ ઉપર જગૃતિબેન શેઠ ચૂંટાયા હતા. ત્યારબાદ પાલિકામાં થયેલ કમિટીની રચનામાં તેમને આરોગ્ય કમિટીની ચેરમેનશીપ આપવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે જગૃતિબેનના પતિ અને પાલિકામાં ચીફ ઓફિસરની ફરજ બજાવી ચૂકેલ સુરેશભાઈ શેઠ અગાઉ જ પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય હતા અને સમિતિના વાઇસ ચેરમેન પણ હતા. જોકે હાલ આ સમિતિના ચેરમેન મધુભાઈ કથિરીયા રજા ઉપર જતા સમિતિના ચેરમેનનો ચાર્જ શેઠને અપાયો છે અને તેઓ ચેરમેન (ઈનચાર્જ) હાલ બન્યાં છે અને ચેરમેનની નામાવલીમાં તેમનું નામ પણ મુકાઈ ગયું છે. મળતી માહિતી મુજબ પાલિકાના ઇતિહાસમાં એક જ સમયે કમિટીના ચેરમેન પતિ અને પત્ની બન્યા હોય એવું સંભવતઃ પ્રથમવાર બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...