કાર્યવાહી:બોરીયાચ ટોલનાકે ટેમ્પોમાંથી 9 લાખના દારૂ સાથે એક ઝડપાયો

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી િજલ્લા પોલીસની દારૂની હેરાફેરી પર બ્રેક લગાવવા કવાયત
  • કારમાં દારૂ લઈને જતો સુરતનો રત્નકલાકાર પણ ઝબ્બે

નવસારી એલસીબીએ બોરીયાચ ટોલનાકે ટેમ્પોમાંથી 9 લાખના વિદેશી દારૂ સાથે ડ્રાઈવરની અટક કરી બેને ફરાર જાહેર કર્યા હતા. જયારે બીજા બનાવમાં એલસીબીએ કારમાં દારૂ લઈને જતો સુરતનો રત્નકલાકારને ઝડપી લીધો હતો.નવસારી એસપીએ દારૂની હેરાફેરી અટકાવવા એલસીબીને સૂચના અને માર્ગદર્શન આપતા પીઆઇ વી.એસ.પલાસ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

હેકો નિલેશ અશોકભાઈ, લલિતભાઈ, મિલનભાઈ, મનસુખભાઈને મળેલી બાતમીને આધારે બોરીયાચ ટોલનાકા ને.હા.નંબર 48 પર મુંબઇથી સુરત જતી ટ્રેક પર બાતમીવાળો ટેમ્પો (એમએચ-04-સીએ-4589)માં આવતા તેનો ઉભો રાખી તપાસ કરતા વ્હિસ્કી અને વોડકાની નાની-મોટી 6036 બોટલ કિંમત રૂ. 9.01 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ સહિત ટેમ્પો કબજે કરી ચાલક નરેન્દ્ર ભીલા કોળી (રહે. શિરપુર, મહારાષ્ટ્ર)ની અટક કરી હતી અને દારૂ ભરાવનાર પરમેશ્વર અને તેનો એક માણસ મળી 2 જણાંને ફરાર જાહેર કર્યા હતા.

જ્યારે બીજા બનાવમાં નવસારી એલસીબીમાં ફરજ બજાવતા હેકો લલિતભાઈ અશોકભાઈ અને સ્ટાફ બોરીયાચ ટોલનાકા પર પેટ્રોલિંગ કરતા હતા. દરમિયાન કાર (નં. GJ-15-AD-8477) આવતા તેમાં તપાસ કરતા 76 જેટલી વિદેશી દારૂની બાટલી મળી આવતા રત્નકલાકાર ઉમેશ ભરત ઝાપડીયા (રહે. કામરેજ)ની અટક કરી હતી.

પોલીસે કાર સહિત કુલ 2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આ દારૂ ભીલાડમાં આવેલ એક ઝૂંપડામાંથી દારૂ મળી આવ્યો હોવાની માહિતી આપી હતી. નવસારી ગ્રામ્ય પીએસઆઈ એન.ડી.ચૌધરીએ તપાસ હાથ ધરી છે. નવસારી િજલ્લા પોલીસ દ્વારા ને.હા.નં.48 પરથી થતી દારૂની હેરાફેરી પર બ્રેક લગાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...