વેક્સિનેશન:જિલ્લામાં 7205 સિનિયર સિટીઝન સહિતના 13893ને બુસ્ટર ડોઝ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારી તાલુકામાં જ 36 % ને આ ડોઝ અપાયા

નવસારી જિલ્લામાં 60 વર્ષથી ઉપરના 7205 સહિત 13893 જણાંને કોવિડનો ત્રીજો બુસ્ટર ડોઝ આપી દેવાયો છે.સરકારે 60 વર્ષની ઉપરની વયના, હેલ્થ તથા ફ્રન્ટલાઈન વર્કરોને હાલ કોરોનાના કેસો વધતા કોવિડ રસીનો બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો હતો, જેની શરૂઆત અહીંના નવસારી જિલ્લામાં પણ થઈ છે.

13મીને ગુરૂવાર સુધીમાં જિલ્લામાં કુલ 13893 લોકોને કોવિડ રસીનો ત્રીજો ડોઝ (બુસ્ટર) આપી દેવાયો છે. જેમાં સિનિયર સિટીઝનોને 7205, ફ્રંટલાઈન વર્કર 2132ને અને 4556 હેલ્થ વર્કરને આપી દેવાયો છે. તાલુકાવાર જોઈએ તો નવસારી તાલુકામાં સૌથી વધુ 4932 જણાંને બુસ્ટર ડોઝ અપાયો છે. આ ઉપરાંત જલાલપોરમાં 2810, ગણદેવીમાં 2959, ચીખલીમાં 1515, ખેરગામમાં 265 અને વાંસદામાં 1412નો સમાવેશ થાય છે.

61441 બાળકને રસીનો પહેલો ડોઝ
15થી 18 વર્ષ વચ્ચેના બાળકોના પહેલા ડોઝનું રસીકરણ અંતિમ તબક્કામાં છે. જિલ્લામાં હાલ સુધીમાં 61441 બાળકને પહેલો ડોઝ આપી દેવાયો છે. જેમાં શાળાએ જતા 51124 અને શાળાએ ન જતા 10317 બાળકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...