તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ મોત:સુરત ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા જવાનની પૂર્ણા નદીમાંથી લાશ મળી આવી, બે દિવસ પહેલા ઘરેથી લાપત્તા હતો

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોતનું સાચુ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામા આવી

સુરતના ખજોદ આભવા વિસ્તારમાં રહેતા અને સુરત ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા 32 વર્ષીય યુવકની નવસારી પાસે પૂ્ર્ણા નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતક યુવક બુધવારે રાત્રિના પોતાના ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ હાલ તેના પરિવારજનો અને મિત્ર શોકમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ પોલીસે આ બનાવ આત્મહત્યાનો છે કે પછી અન્ય કંઈ તે અંગે તપાસ શરૂ કરી છે.

બુધવારે રાત્રે મગદલ્લા જવાનું કહીં ઘરેથી નીકળ્યો હતો

રોની પટેલ નામનો યુવક બુધવારે રાત્રે સુરત સ્થિતિ પોતાના નિવાસ સ્થાનેથી મગદલ્લા જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ તેનો કોઈ પત્તો ના લાગતા પરિવારજનો અને મિત્રોએ તેની શોધખોળ શરૂ કરી હતી.શોધખોળ દરમિયાન રોનીની કાર નવસારીના ગુરુકુલ સુપા પાસે લાવારિસ હાલતમાં મળી આવી હતી. ગામના મિત્રો અને તેનો સ્ટાફ તુરત પૂર્ણાં નદી કિનારે તેની શોધખોળ કરતાં મૃતદેહ મળી આવ્યો હતો. લાશનો કબજો લઈને નવસારી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુંએકના એક દીકરાનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યુંમોડલ જેવો લુક ધરાવતા રોનીની આર્થિક પરિસ્થિતિ સારી હતી. પરિવારમાં તેની માતા બહેન અને પત્ની સહિત એક 3 વર્ષીય પુત્રી છે.

પરિવારમાં કમાનાર એકના એક દીકરાના મૃત્યુના કારણે પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે. રોની સુરત મહાનગરપાલિકામાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...