તીઘરા નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી વૃદ્ધા જીનાલાયમાં દર્શન અર્થે જતી વેળાએ તેમની પાછળ આવીને મંગળસૂત્ર-બંગડી કાઢી લૂંટી લેનારા બે યુવાનની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ઉત્પલપાર્ક સોસાયટી, અભિનંદન બંગલોમાં રહેતા મીરાબેન સતીશચંદ્ર શર્મા (ઉ.વ. 70) 5મી ઓગસ્ટે સવારે 6 વાગ્યાના અરસામાં તીઘરા વાડી પાસે આવેલા જૈન દેરાસરમાં દર્શન કરવા જતા હતા.
એ દરમિયાન તેઓ જૈન મંદિર પાસે પહોંચતા તેમને પાછળથી બે અજાણ્યા યુવાનોએ પકડી લીધા હતા અને તેમણે પહેરેલા સોનાનુ મંગળસૂત્ર અને સોનાની બે બંગડીઓ લૂંટીને અજાણ્યા યુવાનો ભાગી છૂટ્યા હતા. પોલીસે બે અજાણ્યા યુવાનો વિરૂદ્ધ સોનાનું મગળસૂત્ર અઢી તોલાનું અને સોનાની બે બંગડી મળી કુલ સાડા પાંચ તોલા કિંમત રૂ. 82500ની લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સીસીટીવીનાં આધારે યુવાનોની તપાસ કરી હતી પણ ફૂટેજમાં યુવાનો ઝાંખા દેખાતા હોય તેમની તપાસ પોલીસને પરસેવો પડાવી રહી છે, પોલીસે આ બે યુવાનોને શોધી કાઢશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.