વિરોધ:મોદીની પંજાબ ઘટના મામલે નવસારીમાં ભાજપીઓનું મૌન

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મહામૃત્યુંજય યજ્ઞ, પૂતળાદહન પણ કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબમાં સિક્યુરિટી મુદ્દે વિવાદ સર્જાયા બાદ નવસારીમાં ભાજપીઓએ મહામૃત્યુંજય યજ્ઞ, પૂતળા દહન બાદ શનિવારે મૌન પણ ધારણ કર્યું હતું. હાલમાં પંજાબમાં એક રેલી કરવા જઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઈ હતી અને વડાપ્રધાન મોદીએ પરત જવું પડ્યું હતું. આ ઘટનાને લઈ દેશભરમાં ખાસ કરીને ભાજપીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને દેખાવ પણ કર્યા છે.

નવસારીમાં પણ ભાજપે પ્રથમ તો વડાપ્રધાનની દીર્ઘ આયુ માટે મહામૃત્યુંજય યજ્ઞ કર્યો હતો. બાદમાં કોંગ્રેસ વિરુદ્ધ પૂતળા દહનનો કાર્યક્રમ પણ આપ્યો હતો. રવિવારે ભાજપ દ્વારા નવસારીના ફુવારા વિસ્તારમાં મૌનનો કાર્યક્રમ આપ્યો હતો. ભાજપીઓએ મૌન ધારણ કરી કોંગ્રેસ વિરુદ્ધ દેખાવ કર્યા હતા. જેમાં ભાજપ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...