ખુલાસો:બીલીમોરાના ભાઈ-બહેને શહેરના જ્વેલર્સને લાખોનો ચૂનો ચોપડ્યાની ઘટનામાં ભાજપના યુવા નેતાનું ખુલ્યું નામ

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેતરપિંડીમાં ભાઈ બહેન બાદ તાલુકા પંચાયત સભ્યની એન્ટ્રી
  • ભાજપનો તાલુકા પંચાયત સભ્ય ફરાર થયો

બીલીમોરાની જાણીતી આર.એ. પરીખ જવેલર્સમાંથી ઓળખાણનો લાભ લઈ ભાઈ બહેનએ વગર રૂપિયા ચૂકવ્યે ટુકડે ટુકડે લાખોના દાગીના ખરીદ્યા હતા. જેને લઇને જ્વેલર્સ સંચાલક દ્વારા અવારનવાર ઉઘરાણી કર્યા બાદ ભાઈ બહેને જો ઉઘરાણી કરી છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા મજબૂરીવશ જ્વેલર્સ સંચાલક શેતલ માંડલીયાએ બીલીમોરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે ભાઈ-બહેનને ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ત્રીજા આરોપી હર્ષિલ નાયકની શોધખોળ શરૂ બીલીમોરા પોલીસે રિમાન્ડ દરમિયાન અરિશ્મા પટેલ પાસેથી દાગીનાનું શું કર્યું તે બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા સોનુ તેના મિત્રને આપ્યાનો ખુલાસો થયો હતો. જેમાં ગણદેવી તાલુકા પંચાયતના દેવસર સીટના સભ્ય હર્ષિલ જે. નાયકનું નામ બહાર આવ્યું છે.

જેમાં નામ બહાર આવતા ભાજપના તાલુકા પંચાયત સભ્ય હર્ષિલ જે. નાયક ફરાર થયા છે. આરોપી અરિશ્મા પટેલના જણાવ્યા મુજબ મિત્રતાને નાતે હર્ષિલને કુલ સોનુ એટલે 1692.360 ગ્રામમાંથી 50થી 75 ટકા સોનુ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાથે જ બીલીમોરામાં એ પણ ચર્ચા ચાલી છે કે આ સોનુ હર્ષિલ નાયકએ મુથૂટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી મસમોટી લોન લીધી છે.

આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસે હાલ તો ત્રીજા આરોપી હર્ષિલ નાયકની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...