તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરો આજથી પ્રચાર શરૂ કરશે, ભાજપને વિજયી બનાવવા માર્ગદર્શન અપાયું

નવસારી15 દિવસ પહેલા
 • નવસારી જિલ્લામાં જાહેર થયેલા તમામ ઉમેદવારોએ અંતયોદયનો સંકલ્પ લીધો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ધીરે-ધીરે રાજકીય માહોલ જામી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરોની પ્રથમ બેઠક બોલાવવામાં આવી છે. આજે પંડિત દિન દયાળ પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ ચૂંટણીલક્ષી જિલ્લા ભાજપની બેઠક પણ યોજાય હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજય અપાવવા અંગેની રણનીતિ અને પ્રચાર પ્રક્રિયા અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં આજથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવશે જે અંગે પક્ષના કાર્યકરોને અગ્રણી હરોળના નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નવસારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી જાહેર થયેલા તમામ ઉમેદવારો બી.આર ફાર્મ ખાતે ભેગા થયા હતા અને અમદાવાદથી યોજાયેલા કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના પ્રદેશના સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોએ સાંસદ સી.આર. પાટીલે દિનદયાલ ઉપાધ્યાયના જીવનના સૂત્ર એવા અંત્યોદયને જન જન સુધી પહોંચાડવા માટે ઉમેદવારો અને સંગઠનના કાર્યકરો ને શપથ લેવડાવ્યા હતા.

આજથી પ્રચાર શરૂ
જનસંઘને મજબૂત કરવામાં પાયાના કાર્યકર તરીકે દીનદયાલ ઉપાધ્યાયની ભૂમિકા પ્રથમ હરોળના નેતામાં રહેવા પામી છે ત્યારે જનસંઘ વર્ષો પહેલા ભાજપમાં ભળી ગયું છે.ભાજપના તમામ નેતાઓ આજે પણ દીનદયાળ ઉપાધ્યાયના બલિદાન અને તેમના સેવાકાર્યને યાદ કરીને તેમના પુણ્યતિથિએ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું સાથેજ આજથી પ્રચારના તમામ કાર્યકરો શ્રી ગણેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો