તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ કાર્યાલયે વિરોધ:નવસારીમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરોનો હલ્લાબોલ, રાહુલ ગાંધી હાયહાયના નારા લગાવ્યા

નવસારી18 દિવસ પહેલા
 • આસામમાં રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો

આસામમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના વેપારીઓ અંગે કરેલી ટિપ્પણીએ રાજકીય રંગ પકડ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાહુલ ગાંધીની આ ટિપ્પણીને ભાજપે મુદ્દો બનાવ્યો છે.

નવસારી શહેર ભાજપના કાર્યકરોએ આ મામલે કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી હલ્લાબોલ કર્યો હતો અને રાહુલ ગાંધીના નામના છાજીયા લીધા હતા. રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યાઆસામમાં કોંગ્રેસ અને ભાજપ જીત મેળવવા માટે એકબીજા પર આક્ષેપો અને ટિપ્પણીઓ કરી રહ્યાં છે. જે દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓને લઇને કરેલી ટિપ્પણી પર ભાજપના કાર્યકરો ભડકી ઉઠ્યા છે.

નવસારી શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં વિજલપોર ખાતે આવેલા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચીને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા અને પ્લે કાર્ડ બતાવી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો.કોંગ્રેસ કરશે પલટવારહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે અને ભાજપે આજે જે રીતે કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી હલ્લાબોલ કર્યો છે. તેને લઈને આગામી સમયમાં સ્થિત તંગ બમવાના એંધાણ છે, જો કે કૉંગ્રેસ હાલમાં પોતાના જ આંતરિક પ્રશ્નોને લઈને ઘેરાયેલી છે. ત્યારે આ મામલે ભાજપના આજના વિરોધનો કઈ રીતે પલટવાર કરે છે તેના પર શહેરની નજર રહેલી છે.શું કહ્યું હતું રાહુલ ગાંધીએકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે આસામના પ્રવાસ પર હતા. હુલ ગાંધીએ જણાવ્યું હતું કે આસામના ચાના બગીચામાં મજૂરી કરનારાઓને દૈનિક રૂપિયા 167 મજૂરી મળે છે, જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વ્યાપારીઓને ચાના બગીચા જ મળી જાય છે. રાહુલ ગાંધીએ વચન આપતા કહ્યું કે આસામમાં અમારી સરકાર આવશે તો અમે શ્રમિકોને દૈનિક રૂપિયા 365 મજૂરી આપશું. આ પૈસા ગુજરાતના વ્યાપારીઓ પાસેથી આવશે.રાહુલના નિવેદન પર રૂપાણીએ આપ્યો હતો જવાબગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે આ નિવેદન ગુજરાતીઓ પ્રત્યે તેમની તથા કોંગ્રેસ પાર્ટીની નફરત દર્શાવે છે. આ ગુજરાતનું અપમાન છે. ગુજરાતી કોંગ્રેસ પાર્ટીને તેનો જવાબ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો