તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા કક્ષાએ ઉમેદવારોના નામને લઈને રોજેરોજ સસ્પેન્સ ક્રિએટ થઈ રહ્યું છે ત્યારે ગતરોજ નવસારી જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સંગઠનના 66 હોદ્દેદારો ગાંધીનગર સંકલન સમિતિમાં હાજર રહ્યા બાદ આજે જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ દ્વારા આગામી 10 તારીખએ તાલુકા જિલ્લા અને નગરપાલિકાના ઉમેદવારની ઘોષણા થશે તેવી જાહેરાત કરી હતી.
મહાનગરપાલિકામાં ઉમેદવારોની જાહેરાત થયા બાદ જે યાળવસ્થળી થઈ છે. તેને લઈને ભાજપ પ્રદેશ સંગઠન જિલ્લા કક્ષાએ સાવચેતીથી પગલા લઈ રહ્યું છે અને વિચાર વિમર્શ કર્યા બાદ ટિકિટની જાહેરાત કરી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં સતોષપૂર્ણ અને સર્વ સ્વીકાર્ય રીતે ઉમેદવારની જાહેરાત તેને લઈને તમામ તૈયારીઓને પૂર્ણ કર્યા બાદ આગામી 10 તારીખે ઉમેદવારની ઘોષણા થશે.
મેરીટ ને પ્રાથમિકતા
જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ ના મત મુજબ તેઓ ઉમેદવારની પસંદગી માટે મેરીટ ને પ્રાધાન્ય આપશે, ત્યારે ભાજપના ધારાસભ્ય સંગઠનના અન્ય હોદ્દેદારો પણ પ્રમુખના આ નિર્ણયને વળગી રહે છે કે તે અંગે પ્રશ્નાર્થ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.