તાજેતરમાં બનાસકાંઠામાં ભાજપના કાર્યક્રમમાં દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આબેડકરના સાથે હિંદુ દેવી-દેવતાના ફોટા કાર્યક્રમ દરમિયાન સ્ટેજની સાઈડ ઉપર મૂકી દેતા ઘોર અપમાન કર્યું હોવાની રજૂઆત સાથે ભારતીય બહુજન હિતાય સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી જવાબદાર પક્ષ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નવસારી ભારતીય બહુજન હિતાય સંઘના પરેશ વાટવેચા, ધીરૂભાઈ પટેલ, એડવોકેટ વિરેન્દ્ર દેસાઈ, બિપીનચન્દ્ર રાઠોડ, કનુભાઈ દાફડા સહિત હોદ્દેદારોએ કલેકટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં બનાસકાંઠામાં સમરસતા કાર્યક્રમમાં થયેલ બાબાસાહેબના અને હિંદુ દેવી-દેવતાના ફોટાને સાઈડ ઉપર મૂકી દેતા ભાજપ માફી માગે તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ. ઉપરાંત માધવપુરના મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ.સી.આર.પાટીલે વાણી વિલાસ કરી કૃષ્ણ અને બહેન સુભદ્રાના ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરી હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે.
સામાન્ય વ્યક્તિ આવું વિચારી પણ નહીં શકે તેવા શબ્દો ભાજપના પ્રદેશ પ્રમુખે જાહેરમાં ઉચ્ચાર્યા હતા જેથી જાહેરમાં સી.આર.પાટીલ માફી માગે અને સરકાર જવાબદાર સામે પગલાં લે એવો અનુરોધ કર્યો હતો. જો કે પાટીલે માફી માંગી લીધી હોવાનો િવડીયો વહેતો થયો છે.
વાણી િવલાસ કરી હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે
બનાસકાંઠામાં કાર્યક્રમમાં ભાજપે સમરસતા કાર્યક્રમમાં બાબાસાહેબ અને દેવી-દેવતાના ફોટા સ્ટેજ ઉપર ફેંકી દઈ હિન્દુ સમાજ અને દલિત સમાજનું ઘોર અપમાન છે. માધવપુરમાં ભગવાન કૃષ્ણ અને બહેન સુભદ્રાના વિવાહની વાત કરી જે વાણી વિલાસ કર્યો છે તે બાબતે સી.આર પાટીલે જાહેરમાં માફી માગવી જોઈએ. ભાજપે હિન્દુ ધર્મના રખેવાળોનો અવાજ દાબી દીધો છે. ભાજપને સત્તાનો નશો છે. ભાજપના પ્રમુખે તેના આચરણથી હિન્દુ ધર્મનું અપમાન કરી હિન્દુ ધર્મના અસ્તિત્વને જોખમમાં મૂકી દીધો છે. - પરેશ વાટવેચા, એડવોકેટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.