આવતીકાલે વરણી થશે:નવસારી APMCની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થતા તમામ 16 સભ્યોમાંથી આવતીકાલે પ્રમુખની વરણી થશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રકાશ પટેલ, અમિત પટેલ અને વિક્રમ મહેતા પ્રમુખ બનવાની રેસમાં આગળ
  • ભાજપ મોવડી મંડળ આવતી કાલે પ્રમુખનું નામ જાહેર કરશે

નવસારી APMCની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થતા તમામ 16 સભ્યોમાંથી આવતીકાલે પ્રમુખની વરણી થશે. આજે સર્કિટ હાઉસ ખાતે APMCના બિનહરીફ વિજયી થયેલા તમામ 16 ડિરેક્ટરોની સેન્સ લેવામાં આવી હતી અને પ્રમુખ પદ મળે તો કયા કામો કરશો તેને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે તમામને સાંભળ્યા હતા.નવસારી એપીએમસીની ચૂંટણીમાં 3 ફોર્મ ખેંચાઈ જતા તમામ 16 બેઠકો બિનહરીફ થઈ હતી.

નવસારી એપીએમસીની જાહેર થયેલી 16 બેઠકોની ચૂંટણીમાં અગાઉ જ સહકારી ખરીદ વેચાણ મતદાર મંડળ વિભાગની 2 બેઠકોમાં દેવાંશું દેસાઈ અને અમિત પટેલ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જોકે, ખેડૂત વિભાગમાં ફોર્મ ચકાસણી બાદ 10 બેઠકો માટે 12 ઉમેદવાર રહ્યા હતા. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ નાયકની દાવેદારીને લઈને ભાજપમાં કશ્મકશ ચાલી હતી. જોકે જીગ્નેશ નાયક અને અન્ય 1 ઉમેદવાર વિજયસિંહ કપલેટિયાએ પણ ફોર્મ ખેંચી લેતા ખેડૂત વિભાગમાં તમામ 10 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. હાલના ચેરમેન આશિષ નાયક ઉપરાંત ભરત આહીર, વિક્રમ મહેતા, જગદીશ પટેલ, પ્રકાશ પટેલ, મહેન્દ્રસિંહ કપલેટિયા, રાજેન્દ્રસિંહ ઠાકોર, વિમલ પટેલ, પિયુષ પટેલ અને દીપેશ પટેલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વેપારી વિભાગમાં પણ 1 ફોર્મ ખેંચાતા 4 જણા બિનહરીફ થયા હતા. જેમાં રમેશ હીરાણી, રાજેશ હીરાણી, પ્રકાશ પટેલ અને વિજય શાહ છે. આ તમામ સભ્યોને બોલાવીને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે જ આગામી સમયમાં ભાજપની આ પેનલ ખેડૂતો ના પ્રશ્નોને લઈને કામ કરશે અને જિલ્લાની કૃષિ પેદાશના નિકાસને વેગ મળે અને જે રીતે ચીકુ અને કેરીમાં નવસારી જિલ્લો સમગ્ર ભારતમાં એક મોટો નિકાસકાર છે તેને લઈને વધુ કામગીરી થશે તેવી બાંહેધરી પણ જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહના જણાવ્યા મુજબ અનુભવી અને યુવાન ખેડૂતને APMC ના પ્રમુખ માટે લાયક રહેશે સાથેજ ખેડૂતો સાથે સંકલન સાધીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેવા સભ્ય કે ડિરેક્ટરને પદ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...