તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નવસારી પાલિકામાં બખેડાે થતાં ભાજપના સભ્યો રાજીનામુ આપવા કમલમ્ પર દોડ્યાં

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે કમિટીઓની ચેરમેનશીપને લઈ વિવાદ થયો હતો

નવસારી-વિજલપોર પાલિકામાં કમિટીને લઈને ભાજપમાં થયેલા બખેડામાં મંગળવારે સમાધાન થયું ન હતું અને બીજા દિવસે પણ સ્થિતિ યથાવત જ રહી હતી.નવસારી-વિજલપોર નગરપાલિકામાં સોમવારે કમિટીઓની ચેરમેનશીપને લઈ બખેડો થયો હતો. કમિટીના ચેરમેન છેલ્લી ઘડીએ બદલી કઢાયાના કારણસર વિજલપોર વિસ્તારના 4 વોર્ડ અને જલાલપોરનો વોર્ડ-1 ના 20 કાઉન્સિલર નારાજ થયા હતા અને સોમવારની ઓનલાઈન સામાન્ય સભામાં ભાગ લીધો ન હતો.

એટલું જ નહીં આ વિસ્તારમાં જેમને ચેરમેનશીપ મળી તેઓ ચેરમેનપદેથી રાજીનામુ આપવા પણ પક્ષના કાર્યાલય કમલમ ધસી ગયા હતા. મંગળવારે પણ સ્થિતિ જૈસે થિ રહી હતી. મોટાભાગના વિજલપોર વિસ્તારના કાઉન્સિલરો યા ચેરમેન પાલિકા આવ્યા ન હતા. ભાજપમાં ઉભો થયેલ બખેડો ઉકેલાયો ન હતો. મંગળવારે પણ વિજલપોર વિસ્તાર અને જલાલપોર વોર્ડ નં. 1ના સભ્યોમાં સ્પષ્ટ નારાજગી જોવા મળી હતી. જોકે નવસારી-વિજલપોર નગરપાલિકાના અન્ય ચેરમેનોએ ચાર્જ લેવાની ગતિવિધિ આરંભી અને બેઠક પણ કરી હતી.

આજે વિવાદ અંગે નિર્ણયની શકયતા
નગરપાલિકામાં ભાજપમાં ઉભા થયેલ વિવાદમાં બુધવારે નિર્ણય લેવાઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ જે કાઉન્સિલરો નારાજ થયા છે તે ધારાસભ્ય આર.સી.પટેલના મતવિસ્તારના છે. મળતી માહિતી મુજબ બુધવારે આર.સી. પટેલ ગાંધીનગરથી આવી રહ્યા છે અને તેમની સાથે કાઉન્સિલરોની મુલાકાત બાદ આગળનો નિર્ણય લેવાઈ શકે છે. બીજું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો પણ આ મતવિસ્તાર હોય તેઓ પણ મડાગાંઠ ઉકેલવા દરમિયાનગીરી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...